Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પત્નીએ કહી સંભળાવતા પતિને લાગી આવ્યું

VADODARA : વડોદરા (VADODARA) પાસે પત્ની (WIFE) એ કહી સંભળાવતા પતિ (HUSBAND) ને લાગી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પતિએ જે પગલું ભર્યું તેણે સૌ કોઇને વિચારતા કરી દીધા છે. આ ઘટનામાં વડું પોલીસ મથક (VADU...
vadodara   પત્નીએ કહી સંભળાવતા પતિને લાગી આવ્યું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે પત્ની (WIFE) એ કહી સંભળાવતા પતિ (HUSBAND) ને લાગી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પતિએ જે પગલું ભર્યું તેણે સૌ કોઇને વિચારતા કરી દીધા છે. આ ઘટનામાં વડું પોલીસ મથક (VADU POLICE STATION) માં અકસ્માતે નોંધ કરી હોવાનું સામે આવ્યું છે. જે બાદ વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નોકરી ધંધો કરવા માટે કહ્યું

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ચોકારી કેનાલ ચોકડી - પાદરા પાસે મહેશભાઇ અંબાલાલ પ્રજાપતિ (ઉં. 39) પરિવાર સાથે રહેતા હતા. તે કોઇ નોકરી કે કામ ધંધો કરતા ન હોવાથી ઘર ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હતી. તાજેતરમાં તેમના પત્ની કાશ્મિરાબેને આ અંગે તેમની સાથે વાત કરી હતી. અને નોકરી ધંધો કરવા માટે કહ્યું હતું.

Advertisement

અણધાર્યું પગલું ભરી લીધું

આ વાત મહિલાના પતિ મહેશભાઇ અંબાલાલ પ્રજાપતિને લાગી આવતા તેમણે ગતરોજ બપોરે એક વાગ્યાના અરસામાં કરખડી કેનાલ ચોકડી પાસે ઝેરી દવા ગટગટાવી હતી. આ અંગેની જાણ થતા તાત્કાલિક તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે પાદરાના વડું ખાતે આવેલી સીએચસી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના બાદ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. આ ઘટનામાં પત્નીએ વિચાર્યું નહિ હોય તેવું અણધાર્યું પગલું પતિએ ભરી લીધુ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

અકસ્માતે મોતની નોંધ

સમગ્ર ઘટનાને લઇને પ્રવિણભાઇ અંબાલાલ પ્રજાપતિ દ્વારા વડું પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે. જે બાદ પોલીસે ઘટનાની અકસ્માતે મોતની નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, હેડ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ગીરજાશંકર આ મામલેની વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : પોલીસને ટેમ્પામાંથી દારૂ મળ્યો, ચાલક નહીં

Tags :
Advertisement

.

×