Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "પૈસા...આજ નહીં હૈ તો મેં બુરા બન ગયા"

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં રૂપેશભાઈ રામદાસ શ્રીવાસ્તવ (ઉં.42) પરિવાર સાથે રહેતા હતા. તેઓ સાયાજીગંજ વિસ્તારમાં આવેલી સલૂનમાં કારીગર તરીકે કામ કરતા હતા. સુત્રોએ જણાવ્યું કે, તેમણે નવી બાઈક તથા અન્ય કામ અર્થે મિત્ર વર્તુળ...
vadodara    પૈસા   આજ નહીં હૈ તો મેં બુરા બન ગયા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી રોડ વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં રૂપેશભાઈ રામદાસ શ્રીવાસ્તવ (ઉં.42) પરિવાર સાથે રહેતા હતા. તેઓ સાયાજીગંજ વિસ્તારમાં આવેલી સલૂનમાં કારીગર તરીકે કામ કરતા હતા. સુત્રોએ જણાવ્યું કે, તેમણે નવી બાઈક તથા અન્ય કામ અર્થે મિત્ર વર્તુળ પાસેથી પૈસા લીધા હતા. જેને લઈને એક સમય બાદ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા. મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેને લઇને તેમણે જીવનનું અંતિમ પગલું ભર્યુ હોવાની આશંકા સેવાઇ રહી છે. હવે આ મામલે પોસ્ટ મોર્ટમ રીપોર્ટના સામે આવ્યા બાદ જ સાચી હકીકત સ્પષ્ટ થશે.

ગોત્રી પોલીસે તપાસ શરૂ કરી

પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતકે નવી લીધેલી બાઈકનો છેલ્લો હપ્તો પણ બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાઇકના બાકી હપ્તાને લઇને તેઓ માનસિક તાણમાં રહેતા હતા. અને યુવક રાત્રે ઊંધ્યો અને સવારે ઉઠ્યો નહોતો. જેથી અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. યુવકે પાસેથી અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી છે. યુવાનના મોતથી પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ બનાવ જાણ થતાં ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

Advertisement

Advertisement

જાણો અંતિમ ચીઠ્ઠીમાં શું લખ્યું

આપઘાત પહેલા યુવકે મિત્રને સંબોધીને લખીને સંબોધીને લખેલી સુસાઇટ નોટમાં લખ્યું છે કે, મેં અપની મર્જી સે સુસાઇડ કર રહા હું, તુષારભાઇ આપ મેરે ખાસ મિત્ર હો. આપને મેરી હર બાર મદદ કી હૈ. મેરે બાદ આપ ગૌરવ ઔર તન્નુ કા ધ્યાન રખના. કોઇ ભી તકલીફ આએ તો ઉનકા ધ્યાન રખના. મેં ચાહે બહુત હી પરેશાન હો ગયા હું. મેં અપની મર્જી સે જા રહા હું. ઔર મેરે ભાઇ કો બોલના કી એક બાર મુઝસે મિલને આયે. રાહુલ કો ભી બોલના.

કામ પડે તો ધ્યાન રખના

વધુમાં નોટમાં લખ્યું છે કે,  ભાઇ આદમી મજબુરી મેં યે સબ કરતા હૈ. આપકી ભાભી ભી બહુત ધ્યાન રખતી હૈ. મેરા કુછ ભી કામ પડે તો ધ્યાન રખના. યુવારાજ કો બહુત બહુત પ્યાર. અલવિદા. જય માતાજી ભાઇ. ઔર ઘર પર કોઇ ભી મિત્ર આયે તો ધ્યાન રખના ભાઇ. ખાસ રુપેશ (ગુડ્ડુ).. મેરે પાસ પૈસા થા તો સબકો મેં અચ્છા લગતા થા, આજ નહીં હૈ તો મેં બુરા બન ગયા.

આ પણ વાંચો -- VADODARA : ભણી-ગણીને શિક્ષક બનેલા યુવકે ચોરીનો રસ્તો પસંદ કર્યો

Tags :
Advertisement

.

×