Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VGGS-2024 : UAE ના રાષ્ટ્રપતિએ કહ્યું - UAE માં ગુજરાત માટે ખાસ જગ્યા છે...

આજે ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2024 નું (VGGS-2024) PM મોદી ( PM Modi) હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે દેશ-વિદેશના નેતાઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા. UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Mohammed...
vggs 2024   uae ના રાષ્ટ્રપતિએ કહ્યું   uae માં ગુજરાત માટે ખાસ જગ્યા છે
Advertisement

આજે ગાંધીનગરના (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2024 નું (VGGS-2024) PM મોદી ( PM Modi) હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે દેશ-વિદેશના નેતાઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા. UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Mohammed bin Zayed Al Nahyan) એ સમિટ દરમિયાન નિવદનમાં ગુજરાત સાથે ભાગેદારીને ખાસ ગણાવી છે.

UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Mohammed bin Zayed Al Nahyan) એ કહ્યું કે, આ સમિટનું આયોજન કરવા અને મને અહીં બોલાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું. વડાપ્રધાનનું વાઈબ્રન્ટ વિઝન આજે હકીકત બન્યું છે. અહીંયા આવેલી તમામ પાર્ટનર કન્ટ્રીનો હું આભાર માનું છું. તેમણે કહ્યું કે, સાલ 2017 માં જ UAE ગુજરાતમાં મોટા પાયે રોકાણ કર્યું હતું. UAE માં ગુજરાત માટે ખાસ જગ્યા છે. UAE અને રાજ્યની ભાગીદારી આજ રીતે આગળ વધશે. એવી મને આશા છે. આ સાથે તેમણે કહ્યું કે, લોજિસ્ટિકસમાં ડિપી વર્લ્ડ 3 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

Advertisement

Advertisement

આ મહાનુભાવો રહ્યા હાજર

જણાવી દઈએ કે, વાઇબ્રન્ટ સમિટમાં (VGGS-2024) મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી (Mozambique's President Philippe Nyusi), તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ મેન્યુઅલ રામોસ (Timor Leste President Jose Manuel Ramos) સહિત વિવિધ દેશના પ્રતિનિધિઓ, ભારતના કેન્દ્રીય મંત્રીઓમાં નાણાપ્રધાન નિર્મલા સીતરમણ, એન. ચંદ્રશેખર, હરિયાણા CM મનોહર ખટ્ટર, મધ્યપ્રદેશ CM મોહન યાદવ, આસામના CM હેમંત બિસ્વા, જમ્મુ-કાશ્મીરના ગર્વનર મનોજ સિન્હા, ઉત્તર પ્રદેશના મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ નંદકુમાર ગુપ્તા, કેન્દ્રીય મંત્રી એસ. સોનોવાલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મિનિસ્ટર મહેન્દ્રનાથ પાંડે, તિરુપુરાના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર ચામાકા સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા છે.

આ પણ વાંચો - VGGS-2024 : આજે PM મોદીના હસ્તે ઉદઘાટન, જાણો કાર્યક્રમ, સુવિધા, ભોજન સહિતની તમામ માહિતી

Tags :
Advertisement

.

×