‘વર્ષોથી અલગ હોય અને સાથે રહેવું શક્ય ન હોય તો પતિનું અન્ય મહિલા સાથે રહેવું અયોગ્ય નથી’
એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ અન્ય મહિલા સાથે રહે છે. મહિલાના લગ્ન 2003માં થયા હતા પરંતુ બંને 2005માં અલગ રહેવા લાગ્યા હતા. બીજી તરફ, પતિએ આરોપ લગાવ્યો હતો કે પત્ની તેની સાથે ક્રૂર વર્તન કરતી હતી અને તેના ભાઈ અને સંબંધીઓ દ્વારા તેને માર મરાવ્યો હતો. .
આ કેસમાં કેસ દાખલ કરનાર પત્નીએ તેના પતિ પર આરોપ લગાવ્યો છે કે તેના પરિવારે તેમના લગ્નનું આયોજન ભવ્ય રીતે કર્યું હતું. તેમ છતાં પતિએ તેના પરિવાર પાસેથી ઘણી માંગણીઓ કરી હતી. તેણીએ આરોપમાં એમ પણ કહ્યું હતું કે તેણીની સાસુએ તેણીને એવા આશ્વાસન સાથે કેટલીક દવાઓ આપી હતી કે આ દવા લેવાથી તેને ત્યાં પુત્ર જન્મશે, પરંતુ તેમનો હેતુ તેણીનો ગર્ભપાત કરવાનો હતો. જોકે આ દંપતીને હાલ બે પુત્રો છે.
કેસની સુનાવણી દરમિયાન એ હકીકત સામે આવી કે બંને ઘણા વર્ષોથી અલગ રહેતા હતા. આ સમય દરમિયાન પતિ બીજી મહિલા સાથે રહેવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે જો કોઈ દંપતી લાંબા સમય સુધી એકબીજા સાથે નથી રહેતું અને તેમના વચ્ચે ફરી સાથે રહેવાની કોઈ શક્યતાન હોય. આ સંજોગો વચ્ચે જો પતિ બીજી સ્ત્રી સાથે શાંતિથી રહેવા લાગે તો તેને ક્રૂરતા ન કહી શકાય.
કોર્ટે ચુકાદો આપ્યો, "જો તે સ્વીકારવામાં આવે કે છૂટાછેડાની અરજી પેન્ડિંગ દરમિયાન પ્રતિવાદી-પતિએ બીજી સ્ત્રી સાથે રહેવાનું શરૂ કર્યું છે અને તેને બે પુત્રો છે, તો આ ચોક્કસ સંજોગોમાં પણ તે ક્રૂરતા કહી શકાય નહીં. જ્યારે પક્ષકારો 2005 થી સાથે રહેતા નથી અને આટલા લાંબા વર્ષો અલગ રહ્યા પછી ફરીથી સાથે રહેવાની કોઈ શક્યતા નથી તો પતિ બીજી સ્ત્રી સાથે રહીને શાંતિ અને સુકુન મેળવે તેને ક્રૂરતા કહી શકાય નહીં.
આ કેસમાં પતિએ પત્ની સામે ક્રૂરતા દાખવવાનો આક્ષેપ મુકી છૂટાછેડાની માંગ કરી હતી..જેને આધારે ફેમિલિ કોર્ટે છૂટાછેડા મંજુર કરતો આદેશ કર્યો હતો.. પરંતુ આ આદેશને મહિલાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જો કે ફેમિલી કોર્ટના આદેશને પડકારતી મહિલાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી.


