Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સજા પર રોક અને મુક્તિનો આદેશ છતા ઇમરાન ખાનને હજુ જેલમાંજ રહેવું પડશે, જાણો પાકિસ્તાની સેનાની ચાલ

તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ પણ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હજુ પણ એટોક જેલમાં બંધ રહેશે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ તાજેતરમાં રચાયેલી વિશેષ અદાલતે એટોક જેલના અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ ઇમરાન...
સજા પર રોક અને મુક્તિનો આદેશ છતા ઇમરાન ખાનને હજુ જેલમાંજ રહેવું પડશે  જાણો પાકિસ્તાની સેનાની ચાલ
Advertisement

તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળ્યા બાદ પણ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હજુ પણ એટોક જેલમાં બંધ રહેશે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ તાજેતરમાં રચાયેલી વિશેષ અદાલતે એટોક જેલના અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ ઇમરાન ખાનને મુક્ત કરવાને બદલે 'જયૂડિશિયલ કસ્ટડી'માં રાખે. એટલું જ નહીં સ્પેશિયલ કોર્ટે સાઇફર કેસમાં બુધવારે ઇમરાન ખાનને હાજર કરવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં આ ઓફિસિયલ સિક્રેટ એક્ટ પાકિસ્તાન આર્મીના ઈશારે કરવામાં આવ્યો છે, જેમાં ખૂબ જ કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

સાઇફર એક ગુપ્ત રાજદ્વારી દસ્તાવેજ છે અને ઈમરાન ખાન દાવો કરે છે કે તે ખોવાઈ ગયો છે. ઈમરાન ખાનની પાર્ટીનો દાવો છે કે આ દસ્તાવેજમાં ઈમરાન ખાનને સત્તામાંથી હટાવવા માટે અમેરિકા દ્વારા આપવામાં આવેલી કથિત ધમકીની વિગતો છે. વિશેષ અદાલતના આ નિર્ણય બાદ ઈમરાન ખાન એટોક જેલમાં બંધ રહેશે. અગાઉ, ઇસ્લામાબાદ હાઇકોર્ટે મંગળવારે તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં તેમની દોષિત ઠરાવવામાં અને ત્રણ વર્ષની જેલની સજા પર રોક લગાવીને સામાન્ય ચૂંટણીઓ પહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મોટી રાહત આપી. કોર્ટે ઈમરાનને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો., જો કે પાકિસ્તાની સેનાએ ચાલેલી આ ચાલને પગલે ઇમરાન ખાનને હજુ જેલમાંજ રહેવું પડશે

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×