ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,710 લોકો થયા કોરોનાથી સંક્રમિત, 14 દર્દીઓના થયા મૃત્યુ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3 ટકાના ઉછાળા સાથે 2,710 નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે 14 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 2,296 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે.દેશમાં COVID-19 થી મૃત્યુઆંક 524,539 પર પહોંચી ગયો છે. જે કુલ સંક્રમણનો 1.22 ટકા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 42,607,177 લોકોએ આ વાયરસને માત આપી છે એટલેકે કુલ સંક્રમણના 98.75 ટકા દર્દીઓ સજા થયા છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15,514 પર પહà«
Advertisement
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3 ટકાના ઉછાળા સાથે 2,710 નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે 14 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 2,296 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે.
દેશમાં COVID-19 થી મૃત્યુઆંક 524,539 પર પહોંચી ગયો છે. જે કુલ સંક્રમણનો 1.22 ટકા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 42,607,177 લોકોએ આ વાયરસને માત આપી છે એટલેકે કુલ સંક્રમણના 98.75 ટકા દર્દીઓ સજા થયા છે. હાલમાં દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15,514 પર પહોંચી ગઈ છે એટલેકે 0.04 ટકા હજુ એક્ટિવ કેસ છે. આજે એક્ટિવ કેસમાં 400નો ઉછાળો આવ્યો છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 14,41,072 વેક્સિન આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,92,97,74,973 રસી આપવામાં આવી છે.
Advertisement


