Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં વીતેલા 24 કલાકમાં કોરોનાના 10725 કેસ નોંધાયા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામેની લડાઈ ચાલુ છે. દરમિયાન, ભારતમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. આજે ફરી કોરોના કેસની સંખ્યા 10 હજારને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, બુધવારની સરખામણીમાં આજે નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 10,725 નવા કેસ નોંધાયા છે. બુધવારે એટલે કે 24 ઓગસ્ટના રોજ કોરોના સંક્રમણના 10,649 નવા કેસ નોંધાયા
દેશમાં વીતેલા 24 કલાકમાં કોરોનાના 10725 કેસ નોંધાયા
Advertisement
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સામેની લડાઈ ચાલુ છે. દરમિયાન, ભારતમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. આજે ફરી કોરોના કેસની સંખ્યા 10 હજારને પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, બુધવારની સરખામણીમાં આજે નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 10,725 નવા કેસ નોંધાયા છે. બુધવારે એટલે કે 24 ઓગસ્ટના રોજ કોરોના સંક્રમણના 10,649 નવા કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં 13,084 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. આ સાથે, કોરોનાના સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે. કોરોનાના સક્રિય કેસ હવે ઘટીને 94,047 પર આવી ગયા છે. કુલ રસીકરણ 2108234347 નોંધાયુ છે, જ્યારે મૃત્યુ આંક 527488 પર પહોંચ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×