દેશમાં છેલ્લા 24 કલાકમાં 11,739 લોકો થયા કોરોનાથી સંક્રમિત, 25 દર્દીઓના થયા મૃત્યુ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 11,739 નવા કેસ નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 4,33,89,973 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મૃત્યુ થયા છે. 10,917 લોકો કોરોનાથી સાજા થયા છે. સારવાર લઈ રહેલા દર્દીઓના એક્ટિવ કેસની સંખ્યા વધીને 92,576 થઈ ગઈ છે. જે કુલ કેસના 0.21 ટકા છે. દર્દીઓના રિકવરી રેટ 98.58 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખà«
Advertisement
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 11,739 નવા કેસ નોંધાયા બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 4,33,89,973 થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મૃત્યુ થયા છે. 10,917 લોકો કોરોનાથી સાજા થયા છે.
સારવાર લઈ રહેલા દર્દીઓના એક્ટિવ કેસની સંખ્યા વધીને 92,576 થઈ ગઈ છે. જે કુલ કેસના 0.21 ટકા છે. દર્દીઓના રિકવરી રેટ 98.58 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 797નો વધારો થયો છે. ડેઈલિ પોઝીટીવીટી રેટ 2.59 ટકા છે જ્યારે વિકલી પોઝીટીવીટી રેટ 3.25 ટકા હોવાનો અંદાજ છે. મૃત્યુઆંક વધીને 5,24,999 થઈ ગયો છે. જે કુલ સંક્રમણના 1.21 ટકા છે.
Advertisement
દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,27,72,398 દર્દીઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે અને રાષ્ટ્રવ્યાપી વેકસિનેશન અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં વેક્સિનના 197.08 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલકમાં 12,72,739 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
Advertisement


