દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 17,135 નવા કેસ, એક્ટિવ કેસ 1.37 લાખ પહોંચ્યા
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ નોંધાઇ રહ્યા છે. ત્યારે આજે આ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ ઘટી રહ્યા હતા જેમા આજે વધારો થયો છે. મંગળવારે જ્યારે દેશમાં કોરોનાના કેસ 13,734 નોંધાયા હતા, ત્યારે તેની સરખામણીએ આજે કેસમાં વધારો થયો છે. દેશમાં આજે કોરોનાના 17,135 નવા કેસ નોંધાયા છે. દેશમાં ગત બે દિવસ સુધી દૈનિક કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો
Advertisement
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ નોંધાઇ રહ્યા છે. ત્યારે આજે આ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસ ઘટી રહ્યા હતા જેમા આજે વધારો થયો છે. મંગળવારે જ્યારે દેશમાં કોરોનાના કેસ 13,734 નોંધાયા હતા, ત્યારે તેની સરખામણીએ આજે કેસમાં વધારો થયો છે. દેશમાં આજે કોરોનાના 17,135 નવા કેસ નોંધાયા છે.
દેશમાં ગત બે દિવસ સુધી દૈનિક કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે આજે ત્રીજા દિવસે દેશમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17,135 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,40,67,144 થઈ ગઈ છે. વળી, સંક્રમણના કારણે વધુ 47 લોકોના મૃત્યુ થયા છે, તે પછી મૃત્યુઆંક વધીને 5,26,477 થઈ ગયો છે. વળી, ગત દિવસે દેશમાં કોરોનાના 13 હજારથી વધુ કેસ નોંધાયા હતા અને સંક્રમણના કારણે 27 લોકોના મોત થયા હતા.
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના 1506 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે, જે એક મહિનામાં સૌથી વધુ છે. વળી, ત્રણ સંક્રમિત લોકો મૃત્યુ પામ્યા છે. સંક્રમણનો દર 10 ટકાથી વધુ છે. સરકારી આંકડા મુજબ 26 જૂને દિલ્હીમાં 1891 કેસ નોંધાયા હતા. બુલેટિન અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણ દર વધીને 10.63 ટકા થઈ ગયો છે. આ સતત બીજો દિવસ છે જ્યારે સંક્રમણ દર 10 ટકાથી ઉપર છે.
Advertisement


