દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 18,313 નવા કેસ, 57 દર્દીઓના થયા મોત
દેશમાં કોરોનાના કેસમાં આજે એકવાર ફરી વધારો જોવા મળી રહ્યો છે. જોકે, આ આંકડો આજે પણ 20 હજારની અંદર છે પરંતુ જે રીતે ગઇ કાલે (મંગળવાર) કેસ નોંધાયા હતા તેની સરખામણીએ આજે કેસમાં જબરદસ્ત વધારો થયો છે. જે સરકાર અને જનતા માટે પણ ચિંતાનો વિષય છે. દેશમાં કોરોનાના કેસમાં આજે વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,313 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 57 લોકોના મોત થયા છે. અગાઉ મંગળવારે દેશમા
Advertisement
દેશમાં કોરોનાના કેસમાં આજે એકવાર ફરી વધારો જોવા મળી રહ્યો છે. જોકે, આ આંકડો આજે પણ 20 હજારની અંદર છે પરંતુ જે રીતે ગઇ કાલે (મંગળવાર) કેસ નોંધાયા હતા તેની સરખામણીએ આજે કેસમાં જબરદસ્ત વધારો થયો છે. જે સરકાર અને જનતા માટે પણ ચિંતાનો વિષય છે.
દેશમાં કોરોનાના કેસમાં આજે વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,313 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 57 લોકોના મોત થયા છે. અગાઉ મંગળવારે દેશમાં કોરોના વાયરસના 14,830 નવા કેસ નોંધાયા હતા જ્યારે 36 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 4,39,38,764 કેસ નોંધાયા છે. વળી, આ વાયરસના કારણે કુલ 5,26,167 લોકોના મોત થયા છે. જ્યારે 4,32,67,571 લોકોએ આ વાયરસને માત આપી છે.
વળી, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 20,742 લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસ ઘટીને 1,45,026 થઈ ગયા છે. વળી, ગઈકાલની સરખામણીમાં આજે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં 3,483 નો વધારો થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.31% છે.
Advertisement


