દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નોંધાયા 3714 નવા કેસ, 7 દર્દીઓના થયા મોત
દેશમાં કોરોનાના કેસમાં ગઈકાલ (સોમવાર)ની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. જીહા, જ્યા ગઈકાલે 4 હજારથી વધુ કેસ કોરોનાના નોંધાયા હતા, ત્યારે આજે 4 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, વેક્સિન લીધા બાદ કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે કે જે આ મહામારીને બહુ જ હળવાશમાં લેવા લાગ્યા છે. જેનુ પરિણામ છે કે, કેસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શà«
Advertisement
દેશમાં કોરોનાના કેસમાં ગઈકાલ (સોમવાર)ની સરખામણીએ ઘટાડો નોંધાયો છે. જીહા, જ્યા ગઈકાલે 4 હજારથી વધુ કેસ કોરોનાના નોંધાયા હતા, ત્યારે આજે 4 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મહત્વનું છે કે, વેક્સિન લીધા બાદ કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે કે જે આ મહામારીને બહુ જ હળવાશમાં લેવા લાગ્યા છે. જેનુ પરિણામ છે કે, કેસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર મંગળવારે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે 7 મૃત્યુ સાથે કોરોના વાયરસના 3,714 નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,513 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જે કુલ રિકવરી રેટ લગભગ 98.72 ટકા અને કુલ રિકવરી ડેટા 4,26,33,365 પર પહોંચી ગયો છે.
આજે આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે, ભારતમાં COVID-19 ના કુલ સક્રિય કેસ વધીને 26,976 થઈ ગયા છે. ગઈકાલે નોંધાયેલા સક્રિય કેસોની સંખ્યા 25,782 હતી. સક્રિય COVID-19 કેસ લોડમાં 24 કલાકના સમયગાળામાં 1,194 કેસનો વધારો નોંધાયો છે. મંત્રાલયે કહ્યું કે, સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.06 ટકાનો સમાવેશ થાય છે. દેશમાં કુલ મૃત્યુઆંક હવે 5,24,708 છે. ભારતમાં, કોવિડ રોગચાળાને કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું.
Advertisement


