ગૃહીણીની આવકની અન્ય સામાન્ય નોકરિયાતની જેમ ગણતરી ન કરી શકાય, તે પરિવારની સાર સંભાળ પણ રાખે છેઃ કોલકાતા હાઇકોર્ટ
કલકત્તા હાઈકોર્ટે એક કેસમાં મોટી ટિપ્પણી કરતા કહ્યું કે ગૃહિણીની આવકની ગણતરી અન્ય સામાન્ય વ્યક્તિની જેમ કરી શકાતી નથી. કોર્ટે કહ્યું કે ગૃહિણી માત્ર ઘરનું કામ જ નથી કરતી પરંતુ સમગ્ર પરિવારનું ધ્યાન પણ રાખે છે. કોલકત્તા હાઈકોર્ટની સિંગલ બેંચ...
Advertisement
કલકત્તા હાઈકોર્ટે એક કેસમાં મોટી ટિપ્પણી કરતા કહ્યું કે ગૃહિણીની આવકની ગણતરી અન્ય સામાન્ય વ્યક્તિની જેમ કરી શકાતી નથી. કોર્ટે કહ્યું કે ગૃહિણી માત્ર ઘરનું કામ જ નથી કરતી પરંતુ સમગ્ર પરિવારનું ધ્યાન પણ રાખે છે. કોલકત્તા હાઈકોર્ટની સિંગલ બેંચ એક મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી જેણે વીમા કંપનીને પડકારી હતી.
ન્યાયમૂર્તિ અજય કુમાર ગુપ્તાએ અરજદાર પ્રતિમા સાહુને મળનારુ વળતર વધારવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં ઓક્ટોબર 2013માં પ્રતિમાનો અકસ્માત થયો હતો. આ પછી પ્રતિમાએ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલને જાણ કરી. તેણીએ કહ્યું હતું કે તે દર મહિને 4,000 રૂપિયા કમાય છે. પરંતુ ટ્રિબ્યુનલે તેની આવક માત્ર 3 હજાર રૂપિયા સ્વીકારી હતી. આ કેસમાં બેન્ચે કહ્યું કે કોઈપણ ગૃહિણીએ તેની આવકનો પુરાવો આપવાની જરૂર નથી.
કોર્ટે કહ્યું કે, કોઈપણ ગૃહિણીને તેની આવક સાબિત કરવા માટે કહી શકાય નહીં. સામાન્ય નોકરી કરતી વ્યક્તિ કરતાં ગૃહિણીએ વધુ જવાબદારીઓ નિભાવવી પડે છે. તે તેના પતિ, બાળકો, સાસુ, સસરા અને પરિવારના અન્ય સભ્યોની પણ સંભાળ રાખે છે અને દિવસભર ઘરના કામકાજમાં પણ વ્યસ્ત રહે છે. તેથી તેની મહેનતનું પરિણામ કોઈપણ પગારથી માપી શકાય નહીં. તે માસિક પગાર તરીકે ગણી શકાય નહીં.
પૂર્વ મેદિનીપુરમાં તમલુકના MACT એ ફેબ્રુઆરી 2020 માં તેનો ચુકાદો આપ્યો હતો અને વીમા કંપનીને મહિલાને 2,09,746 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તે ચાલવા પણ અસમર્થ બની ગઈ હતી. તેણીએ દાવો કર્યો હતો કે તે ભવિષ્યમાં કોઈ કમાણી કરી શકશે નહીં અને તે માનસિક પીડામાંથી પસાર થઈ રહી છે. બેન્ચને જાણવા મળ્યું કે MACT એ મેન્ટલ પીસના નામે માત્ર 5,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ પછી, કોર્ટે પહેલેથી સ્વીકૃત વળતર વધારવાનો આદેશ આપ્યો અને પહેલાથી સ્વીકૃત રકમ ઉપરાંત વધારાના 2,14,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.


