Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તાઈવાન સ્ટ્રેટસમાં ચીનની એટમિક સબમરીન ડૂબી, સંરક્ષણ મંત્રી પણ થયા ગુમ

વર્ષોથી તાઈવાન ઉપર ચીનની 'તીરછી નજર' પડેલી છે  ચીનની સેના તાઈવાન સરહદ પર સતત યુદ્ધ અભ્યાસ કરી રહી છે. ચીનની આ કાર્યવાહીને જોયા બાદ તાઈવાનને ડર છે કે ચીન તેને કબ્જે કરવા હુમલો કરી શકે છે. ચીનની પરમાણુ સંચાલિત સબમરીન...
તાઈવાન સ્ટ્રેટસમાં ચીનની એટમિક સબમરીન ડૂબી  સંરક્ષણ મંત્રી પણ થયા ગુમ
Advertisement

વર્ષોથી તાઈવાન ઉપર ચીનની 'તીરછી નજર' પડેલી છે  ચીનની સેના તાઈવાન સરહદ પર સતત યુદ્ધ અભ્યાસ કરી રહી છે. ચીનની આ કાર્યવાહીને જોયા બાદ તાઈવાનને ડર છે કે ચીન તેને કબ્જે કરવા હુમલો કરી શકે છે. ચીનની પરમાણુ સંચાલિત સબમરીન અચાનક ગાયબ થઈ ગઈ. તાઈવાન સ્ટ્રેટ પાર કરતી વખતે પીપલ્સ લિબરેશન આર્મીએ તેની સાથે સંપર્ક ગુમાવ્યો હતો. ચીને તો તે વિષે કશું કહ્યું નથી પરંતુ તાઈવાને તે હકીકત જણાવી છે. તેમાં પહેલાં ચીનના વિદેશમંત્રી ગૂમ થયા હતા, ત્યાં કેટલાક સમયથી તેના સંરક્ષણ મંત્રી લી-શાંગ-ફૂની ગેરહાજરી રહસ્યમય બની રહી છે. જો કે, ચીન તરફથી તો આ બંને ઘટનાઓ અંગે ભેદી મૌન સેવાઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે સબમરીન ગાયબ થવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી. આ સમાચાર આવ્યા બાદથી ચીનના સંરક્ષણ મંત્રી જાહેરમાં જોવા મળ્યા નથી.

Advertisement

અંતરરાષ્ટ્રીય સ્તરે તેવી ચર્ચા ચાલે છે કે ચીન જ્યાં સુધી તે વિષે કશો ખુલાસો નહીં કરે ત્યાં સુધી કોઇને કશી પણ માહિતી મળવા સંભવ નથી. ડ્રેગનની આ કોઈ ચાલ પણ હોઈ શકે. પરંતુ નિરીક્ષકોનું તો સ્પષ્ટ અનુમાન છે કે પહેલાં વિદેશમંત્રી અને પછી સંરક્ષણ મંત્રી ગુમ થઇ જાય તે દર્શાવી આપે ચે કે ચીનમાં આંતરિક કલહ ચાલી રહ્યો છે.

Advertisement

ગ્લોબલ મીડીયા માને છે કે સબમરીન ગૂમ થવાનો સંબંધ સંરક્ષણ મંત્રીનાં રાજીનામાં સાથે પણ હોઈ શકે.આ સબમરીન ડૂબી ગઈ હોવાની માહિતી જ તાઈવાને જાહેર કરી હતી. છતાં તાઈવાન પણ તે અંગે વધુ કશું કહેતું નથી. તેને ડર છે કે તે કશું કહેશે તો તેને ચીનનો ખોફ વહોરવો પડશે.તાઈવાનની ગુપ્તચર એજન્સીના વડા મેજર જનરલ હ્યુઆંગ વેંગ કીયે કહ્યું હતું કે મામલો અત્યંત ગુપ્ત છે, સંવેદનશીલ છે.વાસ્તવમાં ચીનની ટાઈપ ૦૯૩ યા શાંગ નામક સબમરીનને ૦૯૩-એ બનાવી અત્યંત આધુનિક બતાવી હતી.

તે પણ સર્વવિદિત છે કે, તાઈવાન પ્રશ્ને ચીન અને અમેરિકા વચ્ચેટકરાવ વધી ગયો છે. તાઈવાન આસપાસ ચીનનો યુદ્ધાભ્યાસ ચાલે છે. તેમાં આ સબમરીન ગુમ થઇ ગઈ હોવાના સમાચાર આવ્યા છે. સબમરીન ડૂબી જ ગઈ છે. ચીનના હાથ નિર્બળ બન્યા છે, અમેરિકા મજબૂત બને તેથી ચીન મૌન છે.

ભારતીય નૌકાદળના પૂર્વ અને પશ્ચિમ કમાન્ડ તેમ બંને કમાન્ડ ઉપર રહેલા પૂર્વ વાઇસ એડમિરલ, એ.બી.સિંહ માને છે કે ચીન આ હકીકત લાંબો સમય ગુપ્ત નહીં રાખી શકે. જ્યારેએક અન્ય નૌ-સેના અધિકારીએ ગલવાન-ઘાટીમાં ભારત સાથે ચીનનો સંઘર્ષ થયો તેમાં ચીનનાકેટલાયે સૈનિકો માર્યા ગયા હતા. પરંતુ ચીન આ મુદ્દા ઉપર પર્દો નાખવા માગતું હતું. તે ઘટના પછી આશરે એક વર્ષે તેણે જાહેર કર્યંધ કે, ગલવાન ઘાટીમાં થયેલા સંઘર્ષને લીધે તેના કેટલાક સૈનિકો માર્યા ગયા હતા. તેવી જ રીતે કેટલાક સમય પછી ચીન તે સબમરીન ડૂબી ગઈ હોવાનું સ્વીકારશે. પ્રશ્ન તે ઉઠે છે કે સેટેલાઇટ તે સબમરીનનું લોકેશન કેમ નથી દર્શાવતો ? તે દર્શાવે જ. પરંતુ તે પણ ગુપ્ત રખાયું છે. ચીન શું કોઈ નવી ચાલ ચાલે છે ? પ્રશ્ન અનુત્તર છે. પરંતુ એકવાત નિશ્ચિત છે કે પહેલાં વિદેશ મંત્રી ચૂપ પછી સંરક્ષમ મંત્રી ગૂમ, ૨ કમાન્ડરોનો પણ પત્તો નથી. ચીનમાં આંતરિક વિખવાદ ચરમ સીમા તરફ જઇ રહ્યો છે. તે નિશ્ચિત છે.

આ  પણ  વાંચો -INDIA-CANADA TENSION: કોંગ્રેસ સાંસદ બિટ્ટુએ કહ્યું, કેનેડા એ જ કરી રહ્યું છે જે પહેલા પાકિસ્તાન કરતું હતું.

Tags :
Advertisement

.

×