Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tariq Masood: પીએમ મોદીના કારણે મારા નિકાહ તૂટ્યાં, પાક. મૌલાનાનો આક્ષેપ

Tariq Masood: પાકિસ્તાનના ઈસ્લામિક ધર્મ ગુરૂ તારિક મસૂદ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈ ચર્ચામાં જોવા મળતા હોય છે. ત્યારે ફરી એકવાર તેમનો એક સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયોમાં ભારતના વડાપ્રધાન પર કટાક્ષ કરવામાં...
tariq masood  પીએમ મોદીના કારણે મારા નિકાહ તૂટ્યાં  પાક  મૌલાનાનો આક્ષેપ
Advertisement

Tariq Masood: પાકિસ્તાનના ઈસ્લામિક ધર્મ ગુરૂ તારિક મસૂદ પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈ ચર્ચામાં જોવા મળતા હોય છે. ત્યારે ફરી એકવાર તેમનો એક સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયોમાં ભારતના વડાપ્રધાન પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તારિક મસૂદ પોતાના નિકાહને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે. શું છે સંપૂર્ણ ઘટના ચાલો વાંચીએ આગળ અહેવાલમાં......

  • તારિક મસૂદનો પીએમ મોદી પર કટાક્ષ

  • ભારતમાં મારા નિકાહ ન થવાનું કારણ: પીએમ મોદી 

  • મને મન થાય ત્યારે હું નિકાહ કરી લઉં છું

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને એક અહેવાલ અનુસાર, મુફ્તી તારિક મસૂદ અવારનવાર પાકિસ્તાનમાં પોતાની સભામાં નિકાહ અને બાળકોને લઈ નિવેદન આપતા હોય છે. તે ઉપરાંત તેમણે પોતે 4 મહિલાઓ સાથે નિકાહ કરેલા અને તેમના 16 બાળકો છે. તો આ વાયરલ વીડિયોમાં તેમણે કહ્યું છે કે, મારા નિકાહ ભારતમાં અમુક સંજોગોવશાત રહી ગયા. મારા દિલની ઈચ્છાઓ આંસૂઓમાં પરિવર્તિત થઈ ગઈ.

Advertisement

આ પણ વાંચો: Covishield Vaccine લેનારાઓ માટે જીવનું જોખમ વધારે છે TTS ? જાણો તેના લક્ષણ

Advertisement

ભારતમાં મારા નિકાહ ન થવાનું કારણ: પીએમ મોદી

તેમણે વધુમાં કહ્યું કે, મારા ભારતમાં નિકાહ થવાના હતા, પરંતુ ભારતમાં મોદી સરકારનું સાશન આવી ગયું. તેને કારણે મને ભારતના વિઝા મળી શક્યા નહીં. તેના કારણે મારા ભારતમાં લગ્ન થતા-થતા રહી ગયા. જોકે એ અલગ વાત છે કે, જ્યારે મોદી સરકારનું રાજ ન હતું વર્ષ 2014 માં, ત્યારે મેં વિચાર્યું હતું કે, આગળ જોઈશું કે કઈ સરકાર આવે છે, ત્યારબાદ ભારત આવવાનો નિર્ણય કરીશું. પરંતુ આ સમયગાળામાં મોદી સરકારના હાથમાં ભારતની કમાન આવી ગઈ. તેથી ભારતમાં મારા નિકાહ થવાનો માત્ર એક જ કારણ એ છે... પીએમ મોદી.

આ પણ વાંચો: Covishield Vaccine: કોવિશિલ્ડ રસી લેનાર માટે મોટા સમાચાર, વેક્સિન પર લગાવાયો પ્રતિબંધ!

મને મન થાય ત્યારે હું નિકાહ કરી લઉં છું

તે ઉપરાંત તેમણે કહ્યું છે કે, હું નિકાહ માટે 10 વર્ષ સુધી રાહ જોઈ શક્તો નથી. મારું જ્યારે મન થાય છે, ત્યારે હું તુરંત નિકાહ કરી લઉ છું. પરંતુ ભારતના કિસ્સામાં શક્ય બન્યું નહી... તેથી આ બધાની પાછળનું એક જ કારણ છે, મોદી સરકારનું ભારતમાં સાશન. તો તેમને એક યૂટ્યૂબરે તેમના લગ્ન જીવનને લઈ એક પ્રશ્ન કર્યો હતો, તેમાં તેમણે કહ્યું હતું કે, મારે અન્ય નિકાહ કરતા પહેલા પહેલી બેગમ સાથે લાંબાગાળા સુધી સંઘર્ષ ચાલ્યો હતો. પરંતુ ધીમે-ધીમે બધુ ઈચ્છા મુજબ થવા માંડ્યું અને આજે મારી 4 બેગમ છે અને 16 છોકરાઓ છે.

આ પણ વાંચો: લંડનમાં ભારત અને પાકિસ્તાનના Businessman આમને-સામને, જાણો શું કારણ છે?

Tags :
Advertisement

.

×