Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ગમે ત્યારે થશે યુદ્ધ, ભારત સરકારે નાગરિકોને યાત્રા ટાળવા માટે કરી અપીલ

MEA Travel Advisory On Israel and Iran Tension : સમગ્ર વિશ્વમાં એક પછી એક યુદ્ધો ફુટી રહ્યા છે. હમાસ બાદ હવે ઇઝરાયેલ સામે ઇરાન ઉભુ થયું છ. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સતત ટેંશન વધી રહ્યું છે. ગમે તે ઘડીએ યુદ્ધ...
ઇરાન ઇઝરાયેલ વચ્ચે ગમે ત્યારે થશે યુદ્ધ  ભારત સરકારે નાગરિકોને યાત્રા ટાળવા માટે કરી અપીલ
Advertisement

MEA Travel Advisory On Israel and Iran Tension : સમગ્ર વિશ્વમાં એક પછી એક યુદ્ધો ફુટી રહ્યા છે. હમાસ બાદ હવે ઇઝરાયેલ સામે ઇરાન ઉભુ થયું છ. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સતત ટેંશન વધી રહ્યું છે. ગમે તે ઘડીએ યુદ્ધ ફાટી નિકળે તેવી શક્યતા છે. જેના પગલે ભારત સરકાર દ્વારા ટ્રાવેલ એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે. જેના અંતર્ગત બંન્ને દેશોની યાત્રા ન કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

હમાસ સાથે યુદ્ધ વચ્ચે ઇરાન સાથે પણ યુદ્ધની શક્યતા

હમાસ સાથે યુદ્ધ વચ્ચે હવે ઇઝરાયેલ અને ઇરાન સામ સામે આવી ચુક્યા છે. બંન્ને દેશો વચ્ચે ટેંશન સતત વધી રહ્યું છે. જે અંગે કેન્દ્ર સરકારે ભારતીયો માટે ટ્રાવેલ એડ્વાઇઝરી બહાર પાડી છે. વિદેશ મંત્રાલયે પોતાના દેશના લોકોને ઇરાન અને ઇઝરાયેલની યાત્રા ન કરવા માટે એડ્વાઇઝરી બહાર પાડી છે. વિદેશ મંત્રાલયે પોતાના દેશના લોકોને ઇરાન અને ઇઝરાયેલની યાત્રા નહી કરવા માટેની સલાહ આપી છે.

Advertisement

MEA-Travel-Advisory

Advertisement

ગમે તે ઘડીએ બંન્ને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નિકળે તેવી શક્યતા

એક તરફ ઇઝરાયેલ હમાસથી યુદ્ધમાં ગુંચવાયેલું છે તો બીજી તરફ જુના પ્રતિદ્વંદી ઇરાન યુદ્ધ માટે થનગની રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઇરાન આગામી 48 કલાકની અંદર એટેક કરી શકે છે તો ઇઝરાયેલ પણ યુદ્ધ માટેની તૈયારીઓ કરી રહ્યું છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે સતત વધી રહેલા ટેન્શનને જોતા ભારતના વિદેશ મંત્રાયલે ઇરાન અને ઇઝરાયેલ માટે એખ એડ્વાઇઝરી ઇશ્યુ કરી છે.

ભારતીય દુતાવાસોના સંપર્કમાં રહેવા અપીલ

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઇરાન અને ઇઝરાયેલની યાત્રા ભારતીયો ન કરે. આગામી આદેશ સુધી બંન્ને દેશ જવાનું ટાળો. આ ઉપરાંત ત્યાં જે ભારતીયો હાજર છે તેમને પણ અપીલ કરવામાં આવી છે કે, તેઓ સતત વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહે. આ ઉપરાંત પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

બંન્ને દેશો વચ્ચે શું કારણે છે તણાવ

આરોપ છે કે, ઇઝરાયેલે 1 એપ્રીલે સીરિયાના દમિશ્કમાં ઇરાનના વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ ઇરાને હુમલાનો જવાબ હુમલાથી જ આપવાની કસમ ખાધી હતી. જો કે ઇઝરાયલે જાહેર રીતે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, તેમના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો નથી. જો કે ઇરાન તેના માટે ઇઝરાયેલને જ જવાબદાર ઠેરવે છે. જે અંગે ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવ વધી ગયું છે. બંન્ને દેશો ગમે ત્યારે એક બીજા પર હુમલો કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

Tags :
Advertisement

.

×