Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એક શિયાળનો અજગરે લીધો ભરડો, બીજા શિયાળે તેને બચાવવા અજગર સાથે ખેલ્યો જીવન-મરણનો જંગ

કહેવાય છે કે પ્રાણીઓમાં પણ પોતાના ભાઈ ભાંડુઓ વચ્ચે લાગણી હોય છે. ત્યારે અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાના ગીરના ચતુરી ગામમાં એક શિયાળને બચાવવા માટે અજગર અને બીજા શિયાળ વચ્ચે જીવન મરણ વચ્ચે જંગ ખેલાયો હતો. આફ્રિકાના જંગલોમાં ભાગ્યે જ જોવા...
એક શિયાળનો અજગરે લીધો ભરડો  બીજા શિયાળે તેને બચાવવા અજગર સાથે ખેલ્યો જીવન મરણનો જંગ
Advertisement

કહેવાય છે કે પ્રાણીઓમાં પણ પોતાના ભાઈ ભાંડુઓ વચ્ચે લાગણી હોય છે. ત્યારે અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાના ગીરના ચતુરી ગામમાં એક શિયાળને બચાવવા માટે અજગર અને બીજા શિયાળ વચ્ચે જીવન મરણ વચ્ચે જંગ ખેલાયો હતો. આફ્રિકાના જંગલોમાં ભાગ્યે જ જોવા મળતી આ ઘટના ગીરના ચતુરી ગામમાં બની હતી.

આ બનાવમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ખાંભા તાલુકાના ગીરના વિસ્તારમાં આવેલ ચતુરી ગામની સીમમાં બે શિયાળ પસાર થતાં હોય ત્યારે એક વિશાળકાય એક અજગર અને બે શિયાળ વચ્ચે લડાઈ શરૂ થતાં બે શિયાળ પૈકી એક શિયાળનો શિકાર કરવાં માટે ભરડો લેધો હતો ત્યારે બીજા શિયાળે આ મહાકાય અજગર સાથે શિયાળને છોડાવવા માટે જીવન મરણ વચ્ચેનો જંગ ખેલ્યો હતો. જેમાં એક શિયાળનું મોત નિપજ્યું હતું.જંગલમાં ભાગ્ય જોવા મળતી આ ઘટના ખાંભા ગીરના ચતુરી રેવન્યુ માં જોવા મળી હતી. જેમાં અજગરે એક શિયાળનો શિકાર કર્યો હોય અને મહાકાય અજગરથી છોડાવવા અન્ય શિયાળે જંગ ખેલ્યો હોય.આ શિયાળની દિલધડક લડાઈનો વિડીયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ થતાં જ વન વિભાગ દ્વારા અજગરનું રેસ્કયું કરી અને અજગરને જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કર્યો

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×