Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વાંચો, કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઉંચી મૂર્તિની અનોખી વિશેષતા

હનુમાન જયંતી પૂર્વે સાળંગપુર (Salangpur) ધામ મઘમઘી રહ્યું છે.  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર(Kashtabhanjandev Hanumanji Temple) પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે.  હનુમાન જયંતીના આગલા દિવસે આજે હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી દેશની પહેલી મૂર્તિ 'કિંગ ઓફ સાળંગપુર'નું સાંજે 4...
વાંચો  કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઉંચી મૂર્તિની અનોખી વિશેષતા
Advertisement
હનુમાન જયંતી પૂર્વે સાળંગપુર (Salangpur) ધામ મઘમઘી રહ્યું છે.  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર(Kashtabhanjandev Hanumanji Temple) પરિસરમાં કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે.  હનુમાન જયંતીના આગલા દિવસે આજે હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી દેશની પહેલી મૂર્તિ 'કિંગ ઓફ સાળંગપુર'નું સાંજે 4 વાગ્યે વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ અને સંતો દ્વારા લોકાર્પણ કરાશે.
મહત્ત્વનું છે કે, કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ આર્ટ અને આર્કિટેક્ચરનો સુભગ સમન્વય છે. જે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, કોઠારી વિવેકસાગર સ્વામી અને વડીલ સંતોના માર્ગદર્શનમાં બનાવાયો છે.
આખો પ્રોજેક્ટ 1,45,888.49 sq ftમાં ફેલાયેલો છે. પ્રોજેક્ટની ડિઝાઈન એન્શિયન્ટ આર્કિટેક્ચર મુજબ કરાઈ છે.આ પ્રોજેક્ટ આર્કિટેક્ટ ચિરાગભાઈ ગોટીએ ડિઝાઈન કર્યો છે.  કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 11 કરોડના ખર્ચે તૈયાર થયો. અહીં દરરોજના 200-300 કારીગર દિવસના 8 કલાક કામ કરતા હતાં. શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામીની પ્રેરણાથી મૂર્તિ બનાવાઇ છે.
-72 ફૂટ લાંબા, 72 ફૂટ પહોળા અને 25 ઉંચા બેઝ પર દાદાની મૂર્તિ વિરાજિત કરાઈ છે. આ બેઝ તૈયાર થતાં 1 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
-50 હજાર ઘનફૂટ સોલિડ ગ્રેનાઇટ રોક અને 30 હજાર ઘન ફૂટ લાઇમ કોંક્રિટથી ફાઉન્ડેશન બનાવ્યું છે અને  4 હજાર ઘનફૂટ વ્હાઇટ માર્બલથી બેઝ પર લગાવાયો છે.  આ વ્હાઇટ માર્બલ મકરાણાથી મંગાવાયા હતા.
બેઝની વૉલ પર નાગરાદિ શૈલીનું કોતરણીકામ કરાયું છે.  બેઝની ફરતે દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે. બેઝ પર સાળંગપુર ધામના ઈતિહાસના દર્શન થશે. આ બૅઝ 200-300 વર્ષ સુધી અડીખમ રહેશે.
 મૂર્તિના બેઝની ફરતે કુલ 36 દેરી બનાવાઇ છે. આ દેરીની સાઇઝ 15.6 x15.6 ફૂટ છે અને દેરીના ધુમટની સાઇઝ 9.6 x 8.3 ફૂટ છે.
-36 દેરીમાં કુલ ચાર-ચાર સ્તંભ છે. એક દેરીમાં 425 ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થયો.  દેરી માટે પથ્થર રાજસ્થાનના બંસી પહાડપુરથી મંગાવાયો છે.
 મૂર્તિની સામે 64,634.22 સ્ક્વેર ફીટમાં ગાર્ડન બનાવાયા છે.
જેમાં 12,000થી વધુ લોકો એકસાથે આરામથી બેસી શકશે.ગાર્ડન માટે રાજકોટથી 60 હજાર kg જૈવિક ખાતર મંગાવી સોફ્ટ લોન ઉગાડાયું છે અને  ગાર્ડનની ફરતે 4 પ્રકારના કુલ 8,335 પ્લાન્ટ લગાવાયા છે. મૂર્તિની બરાબર સામે અને આજુબાજુ ચાલવા માટે પાથ બનાવાયો છે. જેના 60,742 sq.ftમાં બ્લોક પાથરવામાં આવ્યાં છે.
 હનુમાનજી મહારાજનું મુખારવિંદ  6.5 ફૂટ લાંબુ અને 7.5 ફૂટ પહોળું છે જ્યારે  દાદાનો મુગટ 7 ફૂટ ઊંચો અને 7.5 ફૂટ પહોળો છે. દાદાની ગદા
  27 ફૂટ લાંબી અને 8.5 ફૂટ પહોળી છે અને હાથ 6.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે જ્યારે  પગ 8.5 ફૂટ લાંબા અને 4 ફૂટ પહોળા છે. પગનાં કડાં  1.5 ફૂટ ઊંચા અને 3.5 ફૂટ પહોળાં છે જ્યારે  હાથનાં કડાં
1.5 ફૂટ ઊંચા અને 2.5 ફૂટ પહોળાં છે. હનુમાનજી મહારાજના  આભૂષણ
 24 ફૂટ લાંબા 10 ફૂટ પહોળા છે.
પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી  રાકેશપ્રસાદજી મહારાજશ્રીના વરદહસ્તે દિવ્ય ઉદ્ઘાટન થશે.
વિશેષતાઓ
-7 કિમી દૂરથી દેખાશે 'કિંગ ઓફ સાળંગપુર'
-દાદાની 54 ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ તૈયાર
-5 હજાર વર્ષ સુધી અડીખમ રહે એવી મજબૂત
-30 હજાર કિલો વજન અને પંચધાતુની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામમાં બની  છે.
-કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત આ મૂર્તિ સાળંગપુરની શોભા.
-મંદિરની પાછળ કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ પ્રોજેક્ટ આકાર પામ્યો છે.
-આ પ્રોજેક્ટનું 'કિંગ ઓફ સાળંગપુર' નામ શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીએ આપ્યું છે.
-એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે હવે આગામી દિવસોમાં'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી પણ ઓળખાશે. આવતી દિવાળી સુધીમાં તમે સાળંગપુરના દાદાના દર્શન સાળંગપુરથી 7 કિમી દુર હશો તો પણ તેના દર્શન કરી શકશો.
સાળંગપુરના દાદાની મૂર્તી સ્થાપિત થયા બાદ સાળંગપુરની આખી કાયા પલટાઈ જશે. સાળંગપુર મંદિરમાં 54 ફુટની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. જેથી 7 કિમી દુરથી પણ દાદાના દર્શન થઈ શકશે. આ મૂર્તિ પંચધાતુની બનશે અને હરિયાણાના ગુરૂગ્રામમાં આ મૂર્તા આકાર પામી રહી છે. આ મૂર્તિનો વજન 30 હજાર કિલો હશે.આ મંદિર કુલ 1,35,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આકાર લેશે. દાદાની આ મૂર્તિની ડિઝાઈન અને માર્ગદર્શનમાં કુંડળનાજ્ઞાનજીવનદાસ સ્વામીએ માર્ગદર્શન આપ્યું હતું.
Advertisement

.

×