ઇ-વિધાનસભાનું લોકાર્પણઃ 'ગુજરાત વિધાનસભાની કામગીરી વધુ ગતિશીલ અને પારદર્શી બનશે' રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું નિવેદન
રાષ્ટ્રપતિશ્રી દ્વૌપદી મુર્મુના હસ્તે આજે ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ગૃહને સંબોધ્યુ હતું.. તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભાએ હમેંશા સમાજના હિતમાં કાર્ય કર્યુ છે. સમય સમય પર આ વિધાનસભાએ અનેક સરાહનિય કદમ ઉઠાવ્યા છે. છેલ્લા બે દાયકા દરમ્યાન...
Advertisement
રાષ્ટ્રપતિશ્રી દ્વૌપદી મુર્મુના હસ્તે આજે ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ગૃહને સંબોધ્યુ હતું.. તેમણે કહ્યું કે ગુજરાત વિધાનસભાએ હમેંશા સમાજના હિતમાં કાર્ય કર્યુ છે. સમય સમય પર આ વિધાનસભાએ અનેક સરાહનિય કદમ ઉઠાવ્યા છે. છેલ્લા બે દાયકા દરમ્યાન ગુજરાત વિધાનસભાએ પર્યાવરણ, શિક્ષણ, પશુધન, સાર્વજનિક સેવા વિષયક અનેક મહત્વપૂર્ણ કાયદા બનાવ્યા છે. તેમણે કહ્યું કે આજે ઇ વિધાનસભાનું ઉદઘાટન પણ આવુજ એક મહત્વનું કદમ છે. નેશનલ ઇ વિધાનસભા એપ્લીકેશનના માધ્યમથી આ વિધાનસભા એક ડિઝિટલ હાઉસમાં પરિવર્તિત થઇ જશે. આ એપ્લીકેશનના માધ્યમથી ગૃહના સદસ્યો ,દેશની અન્ય વિધાનસભાઓ સાથે જોડાઇને તેની સારી બાબતોને અપનાવી શકશે. તેમણે કહ્યુ કે આ પહેલથી ગુજરાત વિધાનસભાની કામગીરી વધારે ગતિશિલ અને પારદર્શી બનશે
ગુજરાતમાં આવવું મારું સૌભાગ્ય છેઃ રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાડી ભેટ કરી રાષ્ટ્રપતિનું સન્માન કર્યુ હતું. આ સાથે રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે ઈ-વિધાનસભા એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ગુજરાતમાં આવવું મારું સૌભાગ્ય છે, આજે ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે એટલે તેમને શુભેચ્છા પાઠવું છું.
રાષ્ટ્રપતિ પહેલીવાર ગુજરાત વિધાનસભા આવ્યા
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પેપરલેસ ગર્વમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. જેનાથી આજે ગુજરાત વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. વિકાસના પ્રણેતા નરેન્દ્રભાઇ મોદી આ ધરાના જ પુત્ર છે. રાષ્ટ્રપતિ પહેલીવાર ગુજરાત વિધાનસભામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં નેશનલ ઇ-વિધાનસભા સુવિધા શરૂ થઈ છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભા ગૃહ ડિજીટલ બનતા વિધાનસભામાં થતા 25 ટન પેપરની બચત થશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ગૃહમાં હાજર રહ્યા હતા.


