ગોંડલમાં જુગાર ક્લબ પર એલસીબીના દરોડા, 1 લાખથી વધુની માલમત્તા સાથે 5 શખ્સોને ઝડપી લેવાયા
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલના ઉમવાડા રોડ પર ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર એલસીબીએ દરોડા પાડ્યા હતા.. જેમાં બે વેપારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.. પોલીસે આ શખ્સો પાસેથી રૂપિયા 1 લાખની માલમત્તા જપ્ત કરી છે. પ્રાપ્ત વિગતો...
Advertisement
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલના ઉમવાડા રોડ પર ફાર્મહાઉસમાં ચાલતી જુગાર ક્લબ પર એલસીબીએ દરોડા પાડ્યા હતા.. જેમાં બે વેપારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.. પોલીસે આ શખ્સો પાસેથી રૂપિયા 1 લાખની માલમત્તા જપ્ત કરી છે.
Advertisement
પ્રાપ્ત વિગતો મુજબ પીઆઇ વિજય ઓડેદરાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ રોહીત બકોત્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ગોંડલના ઉમવાડા રોડ પર વલ્લભ મોહન ડોબરિયા ફાર્મ હાઉસમાં જુગાર ક્લબ ચાલે છે તેવી બાતમી મળી હતી.. આ બાતમીના આધારે તપાસ હાથ ધરી સ્થળ પરથી આરોપીઓને જુગાર રમતા ઝડપી લેવાયા હતા.
Advertisement


