Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં આજે કોરોનાના નોંધાયા 8 હજારથી પણ ઓછા કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 84,931

સમગ્ર વિશ્વમાં કહેર વરસાવનાર કોરોના મહામારી ભલે આપણા વચ્ચેથી પૂર્ણ રીતે દૂર થઇ ન હોય પરંતું આજે આપણે તેના સામે લડી શકીએ તેવી શારીરિક ક્ષમતા ધરાવીએ છીએ. દેશમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો થયો છે. 8 હજારથી પણ ઓછા કેસ આજે નોંધાયા છે. જે બતાવે છે કે, ભારતે કોરોના નામની આ મહામારીને લગભગ હરાવી જ દીધી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 7,591 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 45 લોકોના મોત
દેશમાં આજે કોરોનાના નોંધાયા 8 હજારથી પણ ઓછા કેસ  એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 84 931
Advertisement
સમગ્ર વિશ્વમાં કહેર વરસાવનાર કોરોના મહામારી ભલે આપણા વચ્ચેથી પૂર્ણ રીતે દૂર થઇ ન હોય પરંતું આજે આપણે તેના સામે લડી શકીએ તેવી શારીરિક ક્ષમતા ધરાવીએ છીએ. દેશમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો થયો છે. 8 હજારથી પણ ઓછા કેસ આજે નોંધાયા છે. જે બતાવે છે કે, ભારતે કોરોના નામની આ મહામારીને લગભગ હરાવી જ દીધી છે. 
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 7,591 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 45 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 7,591 નવા કેસ નોંધાયા બાદ હવે કુલ કેસોની સંખ્યા 44,415, 723 થઈ ગઈ છે. વળી, સક્રિય કેસોની સંખ્યા 84, 931 છે. છેલ્લા 24 કલાકમાં 9,206 લોકો કોરોનાથી સાજા થયા છે, અત્યાર સુધીમાં કુલ 43,802,993 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 5,27, 799 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 24,70,330 રસીકરણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 2,11,91,05,738 રસીકરણ કરવામાં આવ્યું છે.

રવિવારે ગુજરાતમાં કોરોના વાયરસના 251 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી અને એક સંક્રમિતનું મોત થયું હતું. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં કોવિડના કુલ કેસ 12,69,687 પર પહોંચી ગયા છે જ્યારે મૃત્યુઆંક 11,006 પર પહોંચી ગયો છે. અધિકારીએ કહ્યું કે, ચેપમાંથી વધુ 208 લોકો સ્વસ્થ થયા પછી, ચેપ મુક્ત લોકોની સંખ્યા વધીને 12,56,727 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં ચેપની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1954 છે અને 14 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં ચેપના સૌથી વધુ 67 કેસ જોવા મળ્યા છે. આ પછી વડોદરામાં 42, સુરતમાં 32, રાજકોટમાં 21 અને કચ્છમાં 14 સંક્રમિત લોકોની પુષ્ટિ થઈ છે. રવિવારે 69,191 લોકોને રસી આપવામાં આવી હતી. આ પછી, અત્યાર સુધીમાં રસીના 12.30 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.

×