Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોરોનાના કહેરમાં ચીન, 10 શહેરોમાં લોકડાઉન

ભારતમાં કોરોનાનું સંક્ર્મણ નિયંત્રણમાં આવી રહ્યું છે ત્યારે ભારતના પડોશી દેશ ચીનમાં કોરોના સંક્રમણની નવી લહેર શરૂ થઈ છે. નવા કેસ એક દિવસમાં બમણા કરતા પણ વધુ છે. ચીનમાં 5280 નવા કોરોના કેસ જોવા મળ્યા છે તો બીજી તરફ, WHO એ વિશ્વને ચેતવણી આપી છે કે ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટને જોડીને વિકસાવવામાં આવી રહેલું નવું વેરિઅન્ટ ચોથી વેવ લાવી શકે છે.ચીનમાં ફરી લોકડાઉન નવા કોરોના વેવને કારણે ચ
કોરોનાના કહેરમાં ચીન  10 શહેરોમાં લોકડાઉન
Advertisement
ભારતમાં કોરોનાનું સંક્ર્મણ નિયંત્રણમાં આવી રહ્યું છે ત્યારે ભારતના પડોશી દેશ ચીનમાં કોરોના સંક્રમણની નવી લહેર શરૂ થઈ છે. નવા કેસ એક દિવસમાં બમણા કરતા પણ વધુ છે. ચીનમાં 5280 નવા કોરોના કેસ જોવા મળ્યા છે તો બીજી તરફ, WHO એ વિશ્વને ચેતવણી આપી છે કે ડેલ્ટા અને ઓમિક્રોન વેરિઅન્ટને જોડીને વિકસાવવામાં આવી રહેલું નવું વેરિઅન્ટ ચોથી વેવ લાવી શકે છે.

ચીનમાં ફરી લોકડાઉન 
નવા કોરોના વેવને કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 3 કરોડથી વધુ લોકો ફરી એકવાર તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે. જિલિન પ્રાંત નવા મોજાથી સૌથી વધુ સંક્ર્મણ ફેલાયું છે. કોરોના કેસમાં વધારાને કારણે ઓછામાં ઓછા 10 શહેરો અને કાઉન્ટીઓ લોકડાઉન હેઠળ છે. તેમાં શેંગેનનું ટેક હબ શામેલ છે, જ્યાં 1.70 મિલિયન લોકો રહે છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC) અનુસાર, છેલ્લા બે વર્ષમાં આ સૌથી વધુ એક દિવસનો વધારો છે. જિલિન પ્રાંતમાં સૌથી વધુ 3000 નવા સંક્રમિત મળી આવ્યા છે.
સોમવારે, NHCએ કહ્યું હતું કે દેશમાં 2021ની સરખામણીએ આ વર્ષે અત્યાર સુધીમાં વધુ કેસ નોંધાયા છે. 2021 માં, સમગ્ર વર્ષ માટે ચીનમાં 8,378 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે અત્યાર સુધીમાં વધીને 14,000 થી વધુ થઈ ગયા છે. ચીનના વુહાનથી 2019માં શરૂ થયેલો કોરોના સંક્રમણ ફરી એકવાર ચીનને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે.
છેલ્લા એક સપ્તાહમાં, બેઇજિંગ, શાંઘાઈ સહિત ગુઆંગડોંગ, જિઆંગસુ, શેનડોંગ અને ઝેજિયાંગ પ્રાંતમાં કોવિડના નવા કેસ નોંધાયા છે. નોમુરાએ જણાવ્યું છે કે, આનાથી ફરી એકવાર ચીનની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે.
Tags :
Advertisement

.

×