મા કામલ ફાઉન્ડેશને ઇન્ડિયા એક્સેલન્સ એવોર્ડસ-2023માં બે પુરસ્કાર જીત્યા
વર્ષ 2005થી કાર્યરત સ્વ. દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મા કામલ ફાઉન્ડેશન મહિલા ઉત્કર્ષ માટે કટિબદ્ધ સંસ્થા છે. જેમાંથી આજ સુધીમાં 7500થી વધારે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારની દીકરીઓ તાલીમ મેળવી પગભર બની છે. આ સંસ્થાએ ઈન્ડિયા એક્સેલન્સ એવોર્ડસ-2023માં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. મા કામલ ફાઉન્ડેશને બેંગ્લોરમાં પ્રાઇમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ સાથે મળીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તાજ બેંગ્લોર હોટેલમાં આયોજિત ઈન્ડિયા એક્સેલન્સ એવોર્ડ્સ 2023માં બે પ્રતિષ્ઠિત પુરસ્કારોથી મા કામલ ફાઉન્ડેશનને સન્માનિત કરવામાં આવી.
ફાઉન્ડેશનના મહિલા સશક્તિકરણ માટેના સમર્પણને બિરદાવી મહિલા સશક્તિકરણ માટે 'સૌથી વિશ્વસનીય NGO'નો તાજ આપવામાં આવ્યો સાથે જ આ સંસ્થાને ભારતમાં મહિલાઓનું સશક્તિકરણ કરતી સૌથી શ્રેષ્ઠ NGO તરીકે સન્માનિત કરાઇ. મા કામલ ફાઉન્ડેશન વતી કુમારી કૃતિ પટેલ અને સંગીતા દેવીએ આ બન્ને સન્માન જાણીતી અભિનેત્રી અમૃતા રાવના હસ્તે ગ્રહણ કર્યુ.
કૃતિ પટેલ અને સંગીતા દેવીએ આ સન્માન સ્વીકારતા કહ્યું કે આ ખરેખર આનંદની ક્ષણ છે. સંસ્થાની ટીમની સખત મહેનત અને સમર્પણ તેમ જ હજારો વિદ્યાર્થીઓના સમર્થનનો આ નોંધપાત્ર સિદ્ધિમાં મોટો ફાળો છે.તેમણે કહ્યુ કે અમે વધુ સારા અને વધુ સશક્ત સમાજના નિર્માણ તરફ અમારી યાત્રા ચાલુ રાખવા માટે પ્રેરિત થયા છે. મહિલાઓને આત્મનિર્ભર અને રોજગારી બનાવીને સશક્તિકરણ કરવાના અમારા પ્રયાસોને સમર્થન આપનારા તમામ લોકોનો વિશેષ આભાર.
વર્ષ 2005થી કાર્યરત સ્વ. દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મા કામલ ફાઉન્ડેશન મહિલા ઉત્કર્ષ માટે કટિબદ્ધ સંસ્થા છે. જેમાંથી આજ સુધીમાં 7500થી વધારે આદિવાસી અને અંતરિયાળ વિસ્તારની દીકરીઓ તાલીમ મેળવી પગભર બની છે.




