Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરૂચમાં દશમ નીમિતે નીકળી મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા, મેઘરાજાના અંતિમ દર્શન માટે હજારો ભક્તોની પડાપડી

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની છપ્પનિયા દુકાળથી સ્થાપના કરી ચાર દિવસીય મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે જેનો આજે દસમે અંતિમ દિવસ હોવાના કારણે સંધ્યાકાળે નર્મદા નદીની પવિત્ર માટીમાંથી ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની ભવ્ય વિસર્જન...
ભરૂચમાં દશમ નીમિતે નીકળી મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા  મેઘરાજાના અંતિમ દર્શન માટે હજારો ભક્તોની પડાપડી
Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

વિશ્વમાં માત્ર ગુજરાતમાં જ ભરૂચ જિલ્લામાં મેઘરાજાની છપ્પનિયા દુકાળથી સ્થાપના કરી ચાર દિવસીય મેઘ ઉત્સવ મનાવવામાં આવે છે જેનો આજે દસમે અંતિમ દિવસ હોવાના કારણે સંધ્યાકાળે નર્મદા નદીની પવિત્ર માટીમાંથી ઇન્દ્રદેવ તરીકે સ્થાપિત મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળતા મેઘરાજાના અંતિમ દર્શન માટે પણ હજારો ભક્તોએ પડા પડી કરવા સાથે દ્રશ્યો મોબાઇલમાં કેદ કરતા જોવા મળ્યા હતા

Advertisement

છપ્પનિયા દુકાળથી ભરૂચ જિલ્લામાં મેઘ ઉત્સવ દિવાળી પર્વ કરતાં પણ વધુ મનાવવામાં આવે છે અને ભરૂચ જિલ્લામાં ત્રણ સમાજ ભોઈ પંચ ખારવા પંચ અને વાલ્મિકી પંચ દ્વારા છડી ઉત્સવ સાતમથી પ્રારંભ કરવામાં આવતો હોય છે અને ત્રણેય છડી નોમનું એક રાત્રીએ રોકાણ કરવા માટે અન્ય સ્થળ એટલે કે ખારવા પંચ અને ભોઈ પંચની છડી ધોળીકુઈ વિસ્તારમાં નોમની રાત્રીનું રોકાણ કરે છે નોમના દિવસે ધોળીકુઈમાં ભોઈપંચ અને ખારવા પંચની છડી દશમની સવારે પરત ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને પરત છડી દારો છડી ઝુલાવતા ઝુલાવતા લઈ જવામાં આવે છે અને રહેણાંક વિસ્તારોમાંથી અગાસી અને મકાનો ઉપરથી ભક્તો છડીની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે.

Advertisement

ભોઈ પંચની છડી સોનેરી મહેલ ખાતે મેઘરાજાના સ્થાપના સ્થળ નજીકના ઘોઘારાવ મંદિરે પહોંચી ગયા બાદ ઘોઘારાઓ મંદિરે ભોઈ પંચ દ્વારા વધુ એક છડીની સ્થાપના કરવામાં આવે છે અને એ છડી સાથે એક રાત્રીનું રોકાણ કરીને આવેલી નોમની છડીનું મિલન એટલે ભેટાડીને ભોઈ પંચ દ્વારા છડી ઉત્સવ સમાપન કરવામાં આવે છે અને ૨ છડીનું મિલન જોવા માટે પણ હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મેળામાં ઉમટી પડ્યું હતું

ભરૂચના ખારવા પંચની છડી મેઘમેળામાંથી પસાર થઈ કોઠી રોડ ફુરજા ચાર રસ્તા થઈ વેજલપુર ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને મંદિરમાં સાડા ત્રણ દિવસ માટે પ્રગટાવેલ અખંડ જ્યોત દશમની સંધ્યાકાળે ઘોઘારાવ મહારાજ ભક્તોને આર્શીવાદ આપતા હોય તે રીતે આપોઆપ ઓલવાતી હોવાના સાથે ઝુમ્મર હલતા દ્રશ્યો પણ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે

જ્યારે વાલ્મિકી પંચની છડી લાલ બજારથી નીકળી નોમની રાત્રીનું રોકાણ કરવા આલી કાછીયાવાડમાં જાય છે વાલ્મિકી સમાજની છડીમાં સંપૂર્ણ છડી મોરના પીછાથી તૈયાર કરવામાં આવે છે જેના કારણે ભક્તોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર ઊભું કરે છે નોમની રાત્રીનું રોકાણ કર્યા બાદ દશમે વાલ્મિકી સમાજની છડી પણ પરત તેમના લાલ બજાર ખાતે આવેલા ઘોઘારાવ મંદિરે પહોંચે છે અને છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે અને આમ ભરૂચ શહેરમાં ત્રણેય છડી પોતાના ઘોઘારાવ મંદિરના સ્થાપના સ્થળે સંધ્યાકાળે પહોંચ્યા બાદ છડી ઉત્સવનું સમાપન કરવામાં આવે છે

મેઘ ઉત્સવમાં મેઘમેળામાં પણ મેઘરાજાના સ્થાપના સ્થળથી પાંચ બત્તી સર્કલ સુધી હજારોની સંખ્યામાં જનમેદનીનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મેઘમેળાના અંતિમ દિવસે પણ મેળામાં હજારોની સંખ્યામાં લોકોનું ઘોડાપૂર ઉંમટી પડતા વેપારીઓમાં પણ ખુશીનું મહલ જોવા મળ્યો હતો અને મોડી રાત સુધી મેઘ મેળો જામ્યો હતો

દશમની સંધ્યાકાળે ભોઈ પંચની છડી સંધ્યાકાળે ઘોઘારાવ મંદિરે પહોંચતા બે છડીનું મિલન નું દ્રશ્ય જોવા માટે લોકોએ ભારે ભીડ જામી હતી અને બંને છડી ભેટાડીયા બાદ સંધ્યાકાળના સમયે મેઘરાજાની ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી મેઘરાજાના અંતિમ દર્શન કરવા માટે પણ હજારો ભક્તોએ પડા પડી કરવા સાથે કેટલાય ભક્તોએ મકાનોના છાપરા ટેરેસ અને ગેલેરી અને જ્યાં જગ્યા મળે ત્યાંથી દર્શન કરવાનો લાભ લીધો હતો સાથે જ મેઘરાજાના અંતિમ દર્શન સાથે મેઘમેળામાંથી મેઘરાજા નગરચર્યાએ નીકળતા મેળાની જન્મેદની પણ મેઘરાજાના અંતિમ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. મેઘરાજાનું વિસર્જન થાય બાદ મેઘમેળાનું સમાપન થયું હતું

અખંડ જ્યોત આપો આપ ઓલવાતી હોવાના દ્રશ્ય જોવા લોકો કરે છે પડાપડી..

છડી ઉત્સવનું પણ એક અનેરૂ મહત્વ રહેલું છે અને સાડા ત્રણ દિવસ માટે ઘોઘારાવ ધરતી ઉપર આવતા હોવાની માન્યતાઓ રહી છે અને તેમાંય ખારવા પંચના ઘોઘારાવ મંદિરે દર્શનની સંધ્યાકારે છડી ઉત્સવના સમાપને સાડા ત્રણ દિવસ માટે પ્રગટાવેલ જ્યોત આપોઆપ ઓલવાઈ રહી હોવા સાથે તેમાં રહેલા ઝુમ્મર હલવા લાગતા ઘોઘારાવ મહારાજના દર્શન થતા હોવાની માન્યતાઓના પગલે હજારોની સંખ્યામાં લોકો આ દ્રશ્ય જોવા માટે પડા પડી પણ કરી હતી

Tags :
Advertisement

.

×