Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાબા સાહેબ ઇચ્છે તો પણ સંવિધાન હટાવી શકે નહી: પીએમ મોદીએ વિપક્ષને આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે, આ દેશનું બંધારણ ભાજપ માટે સર્વસ્વ છે. હવે બંધારણ એટલું મજબુતીથી લાગુ થઇ ચુક્યું છે કે, બાબા સાહેબ આંબેડકર પોતે પણ કદાચ આવી જાય તો...
બાબા સાહેબ ઇચ્છે તો પણ સંવિધાન હટાવી શકે નહી  પીએમ મોદીએ વિપક્ષને આપ્યો સણસણતો જવાબ
Advertisement

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે, આ દેશનું બંધારણ ભાજપ માટે સર્વસ્વ છે. હવે બંધારણ એટલું મજબુતીથી લાગુ થઇ ચુક્યું છે કે, બાબા સાહેબ આંબેડકર પોતે પણ કદાચ આવી જાય તો હવે બંધારણને બદલવું શક્ય નથી. દેશમાં બંધારણ એટલી મજબુતીથી લાગુ થઇ ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષ દ્વારા અને રાહુલ ગાંધી દ્વારા વારંવાર દાવો કરવામાં આવી રહ્યો છે કે, જો આ ચૂંટણીમાં ભાજપ સરકારની જીત થશે તો બંધારણને હટાવી દેવાશે. સમગ્ર દેશમાં સરમુખત્યારશાહી લાગુ થઇ જશે.

ભારત અને ભાજપ બંન્ને માટે બંધારણ જ સર્વોચ્ચ છે

જો કે આ અંગે સ્પષ્ટતા કરતા વડાપ્રધાન મોદીએ બાડમેરની રેલીમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભાજપ માટે દેશનું બંધારણ જ સર્વોચ્ચ છે. હવે દેશમાં બંધારણ એટલું મજબુતીથી લાગુ થઇ ચુક્યું છે કે, બાબા સાહેબ આંબેડકર પોતે પણ હવે જો ઇચ્છે તો દેશમાંથી બંધારણ દુર કરી શકે તેમ નથી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભાજપે ક્યારેય બંધારણ સાથે બાંધછોડ કરી નથી કે ક્યારે પણ કરી નથી. જો કે કોંગ્રેસે બંધારણને કેટલી વખત તાકમાં રાખી ચુક્યું છે તેનો ઇતિહાસ સાક્ષી છે. કોંગ્રેસે બંધારણની ધજ્જીયા ઉડાવીને ઇમરજન્સી લાગુ કરી હતી. તે કોંગ્રેસ હવે કયા મોઢે બંધારણના રક્ષણની વાતો કરી રહ્યું છે.

Advertisement

જે કોંગ્રેસે બંધારણને મજાક બનાવ્યું તે કયા મોઢે આવી વાતો કરે છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ કયા મોઢે બંધારણની વાતો કરે છે જ્યારે તેમણે બંધારણ નિર્માતાને આજદિન સુધી ભારત રત્ન આપ્યો નથી. જે બાબા સાહેબને જીવતે જીવ ચૂંટણી હરાવી, તેને ભારત રત્ન ન મળવા દીધો, દેશમાં ઇમરજન્સી લગાવીને સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કર્યો તે કોંગ્રેસ હવે સંવિધાનના નામે મોદીને ગાળો ભાંડી રહી છે. એ મોદી જ હતો જેણે દેશમાં સૌપ્રથમ રાષ્ટ્રીય બંધારણ દિવસની જાહેરાત કરી, જે બાબા સાહેબને સૌથી મોટી શ્રદ્ધાંજલી હતી. તેવામાં લોકોએ કોંગ્રેસ અને INDI દળોના બાબા સાહેબ આંબેડકર અને સંવિધાનના ભ્રામક પ્રચાર અંગે જાગૃત રહેવું જોઇએ.

Advertisement

રાહુલ ગાંધી મોદી સરકાર બંધારણ હટાવી દેશે તેવો દાવો કરે છે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, નરેન્દ્ર મોદ અને ભાજપનું અંતિમ લક્ષ્યાંક બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત સંવિધાનને નષ્ટ કરવાનો છે. સંવિધાન પર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભાજપ સાંસદ અનંત કુમાર હેગડેએ જણાવ્યું કે, સંવિધાનમાં સંશોધન કરવા માટે પાર્ટીને બે તૃતિયાંશ બહુમતીની જરૂર છે. જો કે ભાજપે હેગડેની ટિપ્પણી સાથે છેડો ફાડી લીધો હતો અને તેને વ્યક્તિગત્ત મંતવ્ય ગણાવ્યું હતું. આ ઉપરાંત તેની પાસે સ્પષ્ટતા પણ માંગવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×