Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nepal Earthquake : નેપાળમાં ભૂકંપના કારણે થયેલા જાનહાનિ અને નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું : PM MODI

પાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે.  પોતાનું દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે નેપાળમાં આવેલા ભૂકંપને કારણે જાનહાનિ અને સંપત્તિને થયેલા નુકસાનથી...
nepal earthquake   નેપાળમાં ભૂકંપના કારણે થયેલા જાનહાનિ અને નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું   pm modi
Advertisement

પાળમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળમાં આવેલા ભૂકંપ પર શોક વ્યક્ત કર્યો છે.  પોતાનું દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે નેપાળમાં આવેલા ભૂકંપને કારણે જાનહાનિ અને સંપત્તિને થયેલા નુકસાનથી તેઓ ખૂબ જ દુઃખી છે. ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

Advertisement

Advertisement

નેપાળને શક્ય તમામ મદદ કરશે

નેપાળને શક્ય તમામ મદદની ખાતરી આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, નેપાળમાં ભૂકંપના કારણે થયેલા જાનહાનિ અને નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું. ભારત નેપાળના લોકો સાથે એકતામાં ઊભું છે અને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે. અમારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને અમે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલની મુલાકાત
નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ શોધ, બચાવ અને રાહત કામગીરી માટે 16 સભ્યોની આર્મી મેડિકલ ટીમ સાથે શનિવારે (4 નવેમ્બર) સવારે ઘટના સ્થળ માટે રવાના થયા હતા. આ ભૂકંપ 2015 પછીનો સૌથી ભયંકર હોવાનું કહેવાય છે, જ્યારે નેપાળમાં બે ભૂકંપમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા અને લાખો ઘાયલ થયા.

જણાવવામાં આવી રહ્યું છે કે રૂકુમ પશ્ચિમ અને જાજરકોટમાં ભૂકંપના કારણે મોટાભાગના લોકોના મોત થયા છે. મૃતકો વિશેની માહિતી રૂકુમ પશ્ચિમના ડીએસપી નામરાજ ભટ્ટરાઈ અને જાજરકોટના ડીએસપી સંતોષ રોક્કાએ આપી છે. નેપાળમાં તબાહી મચાવનાર ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી. બિહારના પટના અને મધ્યપ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા.

આ  પણ  વાંચો-NEPAL EARTHQUAKE: નેપાળમાં ભૂકંપથી અનેક મકાનો તબાહ, અત્યાર સુધીમાં 128થી વધુ લોકોના મોત

Tags :
Advertisement

.

×