Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IRCTC E-catering Portal: IRCTC સાથે થઈ Swiggy ની ભાગીદારી, હવે... ટ્રેનમાં મુસાફરોને ફૂડ ડીલીવરી મળશે

IRCTC E-catering Portal: ભારતીય રેલ્વે નિગમ (IRCTC) દ્વારા દેશની તમામ ટ્રેન માટે વધુ એક સુવિધા નાગરિકો માટે કાર્યરત કરવામાં આવી રહી છે. તેના અંતર્ગત ભારતીય રેલ્વે નિગમ (IRCTC) દ્વારા ટ્રેનમાં મુસાફરો કોઈ પણ હોટલ (Hotel) દ્વારા તેમની મનપસંદ ખાવાની વસ્તુંઓ...
irctc e catering portal  irctc સાથે થઈ swiggy ની ભાગીદારી  હવે    ટ્રેનમાં મુસાફરોને ફૂડ ડીલીવરી મળશે
Advertisement

IRCTC E-catering Portal: ભારતીય રેલ્વે નિગમ (IRCTC) દ્વારા દેશની તમામ ટ્રેન માટે વધુ એક સુવિધા નાગરિકો માટે કાર્યરત કરવામાં આવી રહી છે. તેના અંતર્ગત ભારતીય રેલ્વે નિગમ (IRCTC) દ્વારા ટ્રેનમાં મુસાફરો કોઈ પણ હોટલ (Hotel) દ્વારા તેમની મનપસંદ ખાવાની વસ્તુંઓ મંગાવી શકશે.

  • IRCTC સાથે ભાગીદારી
  • આ સ્ટેશનોથી શરૂઆત થઈ
  • IRCTC E-catering પોર્ટલ પરથી કેવી રીતે ઓર્ડર આપવો

ટ્રેનમાં મુસાફરી કરનારાઓને હવે તેમની પસંદગીનું અને તેમની મનપસંદ દુકાનમાંથી ખાવાનું ખરીદવાની તક મળશે. કારણ કે... ફૂડ ડિલિવરી સર્વિસ એપ સ્વિગી (Swiggy) ભારતીય રેલ્વે (IRCTC) માં મુસાફરી કરતા લોકોને ડિલિવરી કરવાનું શક્ય બન્યું છે. સ્વિગીએ ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) સાથે ભાગીદારી કરી છે.

Advertisement

IRCTC સાથે ભાગીદારી

IRCTC એ બંડલ ટેક્નોલોજી પ્રાઈવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીના પ્રથમ તબક્કામાં POC ના રૂપમાં ભાગીદારી કરવામાં આવી છે. આમાં IRCTC E-catering પોર્ટલ દ્વારા Pre-Order કરાયેલ ફૂડ સપ્લાય કરવામાં આવશે.

Advertisement

આ સ્ટેશનોથી શરૂઆત થઈ

શરૂઆતમાં આ સુવિધા પસંદગીના સ્ટેશનો પર શરૂ કરવામાં આવશે. જેમાં બેંગલુરુ, ભુવનેશ્વર, વિજયવાડા અને વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના નામ સામેલ છે. IRCTC એ એક્સચેન્જ ફાઇલિંગ દરમિયાન તેની જાહેરાત કરી હતી. આ ભાગીદારી બાદ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોનો અનુભવ વધુ સારો થઈ શકે છે.

IRCTC E-catering પોર્ટલ પરથી કેવી રીતે ઓર્ડર આપવો

મુસાફરો IRCTC E-catering પોર્ટલ દ્વારા ટ્રેનની મુસાફરી દરમિયાન સરળતાથી ઓર્ડર આપી શકે છે. પેસેન્જરે તેમાં PNR નંબર નાખવો પડશે. આ પછી તે પોતાનું ફૂડ પસંદ કરીને ઓર્ડર કરી શકે છે. તેમાં Online અને Cash On Delivery નો વિકલ્પ છે.

આ પણ વાંચો: Kamalnath Message To MP: કોંગ્રેસ નેતા કમલનાથે રાહુલ ગાંધી માટે સંદેશ કર્યો જાહેર

Tags :
Advertisement

.

×