Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી, ઈન્ટરનેટ સેવાઓ 11 ઓક્ટોબર સુધી રહેશે બંધ

મણીપુરમાં છેલ્લા 6 મહિનાથી હિંસા ચાલી રહી છે.જેથી છેલ્લા 6 મહિનાથી મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે.બધાની વચ્ચે થોડો સમય વાતાવરણ થોડું શાંત થઈ ગયું હતું,પરંતુ 2 વિદ્યાર્થીઓના મોત થયા બાદ ફરી એકવાર મણીપુરમાં સ્થિતિ ફરી વણસી છે.ત્યારે જ્ઞાતિ સમુદાય...
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી  ઈન્ટરનેટ સેવાઓ 11 ઓક્ટોબર સુધી રહેશે બંધ
Advertisement

મણીપુરમાં છેલ્લા 6 મહિનાથી હિંસા ચાલી રહી છે.જેથી છેલ્લા 6 મહિનાથી મણિપુર હિંસાની આગમાં સળગી રહ્યું છે.બધાની વચ્ચે થોડો સમય વાતાવરણ થોડું શાંત થઈ ગયું હતું,પરંતુ 2 વિદ્યાર્થીઓના મોત થયા બાદ ફરી એકવાર મણીપુરમાં સ્થિતિ ફરી વણસી છે.ત્યારે જ્ઞાતિ સમુદાય વિરુદ્ધ હિંસાની આગ હજુ પણ સળગી રહી હતી. આ પછી મણિપુરમાં સ્થિતિ ફરી કાબૂ બહાર થઈ ગઈ. ખરેખર, પહેલા બંને ગુમ થયા અને પછી તેમના મૃતદેહ મળી આવ્યા.

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી

Advertisement

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે.અગાઉ બનેલી અનેક ઘટનાઓ બાદ પણ હજુ સ્થિતિ સામાન્ય થવાનું નામ લઈ રહી નથી. ત્યારે થોડા દિવસ અગાઉ બે વિદ્યાર્થીઓના મોતને બાદ રાજ્યમાં ફરી અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી ઘટનાને જોતા રાજ્યમાં ઈન્ટરનેટ સેવા પર 5 દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં 11 ઓક્ટોબર સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અહીં રાજ્ય સરકારે આદેશ જાહેર કરીને આ માહિતી આપી છે.ત્યારે 11 ઓક્ટોબરે સાંજે 7.45 વાગ્યા સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મણિપુર છેલ્લા છ મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. જો કે આ બધાની વચ્ચે થોડો સમય વાતાવરણ થોડું શાંત થઈ ગયું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ ફરી વણસી છે.

Advertisement

મણિપુરમાં ઈન્ટરનેટ સેવાઓ કરાઈ બંધ

આપને જણાવી દઈએ કે હાલમાં જ બે વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી ત્યારે જ્ઞાતિ સમુદાય વિરુદ્ધ હિંસાની આગ હજુ પણ સળગી રહી હતી. આ પછી મણિપુરમાં સ્થિતિ ફરી કાબૂ બહાર થઈ ગઈ. ખરેખર, પહેલા બંને ગુમ થયા અને પછી તેમના મૃતદેહ મળી આવ્યા. ત્યારથી અહીં સ્થિતિ વણસી ગઈ છે. મણિપુરમાં 3 મેના રોજ ફાટી નીકળેલી હિંસાથી અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે.

મણિપુરમાં 2 વિદ્યાર્થીઓના મોત

તમને જણાવી દઈએ કે મણિપુરમાં 2 વિદ્યાર્થીઓના મોત બાદ ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. 20 વર્ષના ફિઝામ હેમનજીત અને 17 વર્ષના હિઝામ લિન્થોઈંગમ્બીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ બંને 6 જુલાઈના રોજ ગુમ થયા હતા. 25 સપ્ટેમ્બરે તેમના મૃતદેહોની તસવીર સામે આવી હતી. આ પછી મણિપુરમાં ભારે હિંસક પ્રદર્શનો થયા. ત્યારથી અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સીબીઆઈ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

છેલ્લા 6 મહિનાથી ચાલુ છે હિંસા

3 મેના રોજ, મણિપુરમાં એસટીનો દરજ્જો આપવાની મેઇતેઇ સમુદાયની માંગના વિરોધમાં જાતિ હિંસા ફાટી નીકળી હતી. હિંસાની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે મણિપુરની વસ્તીમાં મેઇતેઈ સમુદાયની વસ્તી લગભગ 53 ટકા છે. મેઇતેઈ સમુદાયના લોકો મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે. તે જ સમયે, નાગા અને કુકી આદિવાસીઓની વસ્તી લગભગ 40 ટકા છે અને તેઓ મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે

આ પણ વાંચો -  PM નરેન્દ્ર મોદી અને અમદાવાદના સ્ટેડિયમ ઉપર બોમ્બથી હુમલો કરવાની મળી ધમકી, સરકાર પાસેથી કરી 500 કરોડની માંગ

Tags :
Advertisement

.

×