Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajnath Singh : ઘરમાં ઘૂસીને મારીશું...રાજનાથસિંહનો પાકિસ્તાનને આકરી ચેતવણી!

Rajnath Singh : બ્રિટનના (Britain)સમાચાર પત્રએ આતંકવાદીઓની હત્યા મુદ્દે ભારત સામે આંગળી ચિંધ્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh )ભારત સરકારના સ્પષ્ટ એજન્ડાનો ઉલ્લેખ કરી બ્રિટનના સમાચાર પત્રની સાથે પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપી દીધો છે.   પાકિસ્તાન ભાગી...
rajnath singh   ઘરમાં ઘૂસીને મારીશું   રાજનાથસિંહનો પાકિસ્તાનને આકરી ચેતવણી
Advertisement

Rajnath Singh : બ્રિટનના (Britain)સમાચાર પત્રએ આતંકવાદીઓની હત્યા મુદ્દે ભારત સામે આંગળી ચિંધ્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh )ભારત સરકારના સ્પષ્ટ એજન્ડાનો ઉલ્લેખ કરી બ્રિટનના સમાચાર પત્રની સાથે પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપી દીધો છે.

Advertisement

પાકિસ્તાન ભાગી જશે તો ત્યાં ઘુસીને ઠાર કરીશું

રાજનાથ સિંહે કહ્યું કે,જો આતંકવાદી (Terrorists) ઓ ભારત (India)માં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે અથવા આતંકવાદી (Terrorism) પ્રવૃત્તિને અંજામ આપશે તો તેમને જડબાતોડ જવાબ અપાશે. જો તેઓ પાકિસ્તાન (Pakistan) ભાગી જશે તો ભારત પડોશી દેશમાં ઘૂસીને તેને ઠાર કરશે.

Advertisement

ભારતે ન્યુજ એજન્સીનાં અહેવાલને નકારી કાઢ્યો

રાજનાથ સિંહની ટિપ્પણી એવા સમયે આવી છે. જ્યારે ભારતે ન્યુજ એજન્સીનાં અહેવાલને નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલયે ન્યુઝ એજન્સીનાં  અહેવાલમાં લગાવવામાં આવેલા આરોપોને  ખોટા અને ભારત વિરોધી પ્રચાર' ગણાવ્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અનેક પ્રસંગો પર એમ પણ કહ્યું છે કે અન્ય દેશોમાં ટાર્ગેટ કિલિંગ એ 'ભારત સરકારની નીતિ'નો ભાગ નથી. સંરક્ષણ પ્રધાને એમ પણ કહ્યું કે નવી દિલ્હી તેના તમામ પડોશીઓ સાથે સારા સંબંધો જાળવવા માંગે છે અને ઉમેર્યું કે ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી.

વર્તમાન ભારત પાસે યોગ્ય જવાબ આપવાની શક્તિ છે : રાજનાથ સિંહ

રાજનાથ સિંહે કહ્યું કે, 'પીએમ મોદીએ જે પણ કહ્યું છે તે બિલકુલ સાચું છે. વર્તમાન ભારત પાસે યોગ્ય જવાબ આપવાની શક્તિ છે. ભારત પાસે તાકાત છે. ભારત હંમેશા તેના પડોશીઓ સાથે સારા સંબંધો જાળવવા માંગે છે. ગમે તે હોય, તે આપણા પડોશી દેશો છે. ઈતિહાસના પાનાઓ પર નજર કરીએ તો ભારતે ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી કે તેની એક ઈંચ પણ જમીન કબજે કરવાનો પ્રયાસ કર્યો નથી.

આ  પણ  વાંચો - Attack on NIA team : પશ્ચિમ બંગાળમાં NIAની ટીમ પર હુમલો

આ  પણ  વાંચો - Child Trafficking : દિલ્હીમાં બાળ તસ્કરીના રેકેટ પર CBI નું મેગા ઓપરેશન

આ  પણ  વાંચો - BJP foundation day : આજે BJP નો સ્થાપના દિવસ, જાણો PM મોદી, અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષે શું કહ્યું?

Tags :
Advertisement

.

×