Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

તેલંગાણાના આઇટી મંત્રી રામા રાવના કોંગ્રેસ પર પ્રહાર, કોંગ્રેસ આકાશથી ભૂગર્ભ સુધી કૌભાંડો આચાર્યા:રામા રાવ

તેલંગાણાના આઇટી અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રી કેટી રામા રાવ (KTR)એ તેલંગાણા ભવન ખાતે સંબોધન કરતાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. કેટીઆરએ કહ્યું હતું કે કોંગ્રેસ દેશની C ટીમ છે જેનો અર્થ છે ચોર ટીમ. તેમણે ઉમેર્યું હતું કે ગઇકાલે રાહુલ ગાંધીએ...
તેલંગાણાના આઇટી મંત્રી રામા રાવના કોંગ્રેસ પર પ્રહાર  કોંગ્રેસ આકાશથી ભૂગર્ભ સુધી કૌભાંડો આચાર્યા રામા રાવ
Advertisement

તેલંગાણાના આઇટી અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રી કેટી રામા રાવ (KTR)એ તેલંગાણા ભવન ખાતે સંબોધન કરતાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. કેટીઆરએ કહ્યું હતું કે કોંગ્રેસ દેશની C ટીમ છે જેનો અર્થ છે ચોર ટીમ.

તેમણે ઉમેર્યું હતું કે ગઇકાલે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ B ટીમ છે. આપણે B ટીમ નથી, વાસ્તવમાં તમે કોંગ્રેસ C ટીમ છો. અને C ટીમ એટલે ‘ચોર ટીમ’. તમે A ટુ Z તમામ પ્રકારના કૌભાંડો કર્યા છે. A એટલે આદર્શ સ્કેમ, B એટલે બોફોર્સ સ્કેમ, C એટલે કે કોમનવેલ્થ સ્કેમ અને અમે જો આગળ ગણવીએ તો Z સુધી તમારા કૌભાંડો ગણાવી શકાય.

Advertisement

Advertisement

તેમણે આગળ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એ દેશને લૂટી લીધો છે, તેમણે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ દ્વારા આકાશ થી માંડીને કોલસા કૌભાંડ સુધી છેક ભૂગર્ભ સુધી કશું જ બાકી નથી રાખ્યું.

જેલ ભેગા કરવામાં આવેલ કોંગ્રેસના મંત્રીઓનો ઉલ્લેખ કરીને રામા રાવે કહ્યું હતું કે તમારા કેન્દ્રીય મંત્રીઓ જેલ જઈ રહ્યા છે. આખરે નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર પણ EDની તપાસ ચાલી રહી છે. તેઓ B ટીમ અને C ટીમ કહી રહ્યા છે પણ હું કહેવા માંગુ છું કે તેઓ પોતે જ C ટીમ છે, ચોર ટીમ છે.

આ  પણ  વાંચો -કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

Tags :
Advertisement

.

×