Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અખિલ ભારતીય સંત સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીને દુર કરાયા

સાળંગપુર મંદિરમાં ભીંતચિત્ર પર કાળો રંગ લગાવવી તોડફોડનો પ્રયાસ કરવાની ઘટનામાં મોટો નિર્ણય લેવાયો છે. નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમુદાયમાં તમામ હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે.. લખનૌમાં અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો..  ડો. જ્યોતિરનાથ...
અખિલ ભારતીય સંત સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીને દુર કરાયા
Advertisement

સાળંગપુર મંદિરમાં ભીંતચિત્ર પર કાળો રંગ લગાવવી તોડફોડનો પ્રયાસ કરવાની ઘટનામાં મોટો નિર્ણય લેવાયો છે. નૌતમ સ્વામીની અખિલ ભારતીય સંત સમુદાયમાં તમામ હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવી છે.. લખનૌમાં અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો..

 ડો. જ્યોતિરનાથ મહારાજે જણાવ્યું હતું કે, આજે દરેક સંતો-સાધુઓ મળ્યા અને એક થયા. આજે લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક મળી હતી. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીને દૂર કરવામાં આવ્યા છે. આજે સાળંગપુરમાં વિરોધ થયો, જેને અમે બિરદાવીએ છીએ. સંતો દરેક રીતે લડવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

Advertisement

 ઉલ્લેખનીય છે કે સાળંગુપર હનુમાન મંદિરમાં એક શખ્સે ભીંતચિત્રો પર કાળો રંગ લગાવ્યા બાદથી આ વિવાદ શરૂ થયો છે.. અમદાવાદમાં લંબે નારાયણ આશ્રમમાં બેઠકમાં રોકડિયા બાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, અમે ભીંતચિત્રો નહીં હટે ત્યાં સુધી લડીશું. આ મામલે છેક દિલ્હી સુધી અવાજ ઉઠવીશું. સનાતન સામે આવનારને પરચો બતાવીશું. તેઓએ કહ્યું કે, હવે લડવાનો સમય આવી ગયો છે, આપણા જ પૈસાથી આપણા ધર્મને નીચો દર્શાવવામાં આવી રહ્યો છે.

Advertisement

ધર્મ ગુરુ જ્યોતિનાથ મહારાજે જણાવ્યું કે, અમે સ્વામિનારાયણ સંતોની સાથે હવે કોઈપણ પ્રોગ્રામમાં જઈશું નહીં અને તેઓને બોલાવીશું પણ નહીં. એટલું જ નહીં અમે સ્વામિનારાયણ મંદિરમાં જઈશું નહીં, હવે કોઈ સમાધાન નહીં થાય.

Tags :
Advertisement

.

×