ઓક્સિજનના અભાવે કોઈ પણ વ્યક્તિનુ મૃત્યુ થયું નથી : કેન્દ્ર સરકાર
કોરોનાને કાબૂમાં લેવામાં કોવિડ-19 વેક્સિનનું મહત્વ યોગદાન રહ્યું છે. વિશ્વમાં, ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસોએ જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ભારતમાં આ સમયે પરિસ્થિતિ નિયંત્રણમા છે. ભારતમાં તમામ લોકોને વેક્સીનેટ કરવા માટે મથામણ કરી રહ્યું છે. હજુ પણ ઘણાં એવા લોકો છે જે,ને આજ સુધી વેક્સિનના એક પણ ડોઝ લીધા નથી. સરકારે રાજ્યસભામાં જણાવ્યું છે કે દેશની 84.4 ટકા પુખ્ત વસ્તીને કોરોના à
Advertisement
કોરોનાને કાબૂમાં લેવામાં કોવિડ-19 વેક્સિનનું મહત્વ યોગદાન રહ્યું છે. વિશ્વમાં, ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાના કેસોએ જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ભારતમાં આ સમયે પરિસ્થિતિ નિયંત્રણમા છે. ભારતમાં તમામ લોકોને વેક્સીનેટ કરવા માટે મથામણ કરી રહ્યું છે. હજુ પણ ઘણાં એવા લોકો છે જે,ને આજ સુધી વેક્સિનના એક પણ ડોઝ લીધા નથી. સરકારે રાજ્યસભામાં જણાવ્યું છે કે દેશની 84.4 ટકા પુખ્ત વસ્તીને કોરોના વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે. 26 મિલિયન લોકો એવા છે કે જેઓએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. આ ઉપરાંત એમ પણ જણાવ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ રાજ્યમાં ઓક્સિજનની અછતને કારણે કોઈ મૃત્યુ થયું નથી.
ઓક્સિજનના અભાવે મૃત્યુ નથી
આરોગ્ય રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યોએ કેન્દ્રને અત્યાર સુધીમાં કોરોનાના કારણે 5.21 લાખ મૃત્યુની માહિતી આપી છે. 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા આપવામાં આવેલા માહિતી મુજબ કોરોનાથી થયેલા મૃત્યુના આંકડામાં, તેમાંથી કોઈનું પણ ઓક્સિજનની અછતને કારણે મૃત્યુ થયું હોવાનું નોંધાયું નથી.
97 ટકા ડોઝ મફત આપવામાં આવે છે: કેન્દ્ર
સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પવારે રાજ્યસભામાં જણાવ્યું કે 97 ટકા ડોઝ માટે લોકો પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા નથી. 30 માર્ચ 2022 સુધીનો ડેટા રજૂ કરતા, આરોગ્ય રાજ્ય મંત્રીએ માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના 79.28 કરોડ (84.4 ટકા) લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. માર્ચના અંત સુધીમાં કુલ ડોઝના 97 ટકા એટલે કે 167.14 કરોડ રસી લોકોને મફતમાં આપવામાં આવી છે.
2 લોકોએ વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો
કેન્દ્ર સરકારે કહ્યું કે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના 2.8 ટકા લોકો એટલેકે કુલ 2.6 કરોડ લોકો છે, જેમણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. 15 થી 18 વર્ષની વયજૂથના 7.4 કરોડ લોકોની વસ્તીમાંથી 5.7 કરોડ એટલેકે 77 ટકાને વેક્સિનનોએક ડોઝ મળ્યો છે. વેક્સિનના બંને ડોઝ 3.77 કરોડ લોકોને આપવામાં આવ્યા છે એટલેકે 51 ટકા લોકોને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.


