કોરોનાને લઇને ચીનથી એકવાર ફરી આવ્યા ખરાબ સમાચાર, આ શહેરમાં લાગ્યું લોકડાઉન
સમગ્ર દુનિયામાં કોરોના મહામારી ફેલાવનાર દેશ ચીન એકવાર ફરી સંકટમાં આવી ગયું છે. અહીં કોરોનાને લઇને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. જીહા, એવું કહેવામાં આવી રહ્યું હતું કે ચીનમાંથી જલ્દી જ કોરોનાવાયરસ પર કાબુ મેળવી લેવામાં આવશે. પરંતુ હાલમાં સ્થિતિ જોઇને સમજી શકાય છે કે, આજે પણ આ દેશ આ મહામારીથી પોતાના દેશની જનતાને સંપૂર્ણ સુરક્ષા આપી શકી નથી. એકવાર ફરી ઘરની અંદર રહેવા લોકો મજબૂરકà«
Advertisement
સમગ્ર દુનિયામાં કોરોના મહામારી ફેલાવનાર દેશ ચીન એકવાર ફરી સંકટમાં આવી ગયું છે. અહીં કોરોનાને લઇને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બની રહી છે. જીહા, એવું કહેવામાં આવી રહ્યું હતું કે ચીનમાંથી જલ્દી જ કોરોનાવાયરસ પર કાબુ મેળવી લેવામાં આવશે. પરંતુ હાલમાં સ્થિતિ જોઇને સમજી શકાય છે કે, આજે પણ આ દેશ આ મહામારીથી પોતાના દેશની જનતાને સંપૂર્ણ સુરક્ષા આપી શકી નથી.
એકવાર ફરી ઘરની અંદર રહેવા લોકો મજબૂર
કોરોના વાયરસે ફરી એકવાર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. નવા વેરિઅન્ટે નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા ચીનના શાંઘાઈમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈના યાંગપુ જિલ્લામાં, તમામ 1.3 મિલિયન રહેવાસીઓને કોરોનાવાયરસ ટેસ્ટમાંથી પસાર થવાનો આદેશ આપવામાં આવ્યો છે અને રીપોર્ટ બહાર ન આવે ત્યાં સુધી ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
લોકડાઉનને કારણે ચીનના શાંઘાઈમાં આર્થિક સંકટ
નોંધનીય છે કે ઉનાળાની ઋતુમાં 2.5 કરોડની વસ્તી ધરાવતા શહેરમાં બે મહિનાના લોકડાઉનના અમલને કારણે અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું હતું. ખોરાકની અછત હતી અને રહેવાસીઓ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. લોકડાઉનની શરૂઆતમાં, અધિકારીઓએ કહ્યું હતું કે તે ફક્ત થોડા દિવસોની વાત છે પરંતુ પછી તેની સમયમર્યાદા લંબાવવાનું ચાલુ રાખ્યું.
રાષ્ટ્રપતિ શી જિનપિનનો કોરોના પર ઢીલ રાખવાનો ઈરાદો નહોતો
સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સત્રમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગના ત્રીજા કાર્યકાળને મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ ચીને કોરોના પ્રત્યેની તેની કડક નીતિથી પીછેહઠ કરવાના કોઈ સંકેતો દર્શાવ્યા નથી. પૂર્વમાં શાંઘાઈથી લઈને પશ્ચિમમાં તિબેટ સુધી દેશભરમાં કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જ્યાં લોકડાઉન વિરુદ્ધ પ્રદર્શનો જોવા મળ્યા છે.


