એકવાર ફરી કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, આજે નોંધાયા 18,257 નવા કેસ
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ સતત જોવા મળી રહ્યો છે. બીજી લહેર બાદ એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો અને ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે સાવધાની રાખવી જરૂરી બની છે. વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે દેશ માટે ચિંતાના સમાચાર જોવા મળ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,257 નવા કેસ નોંધાયા છે, જ્યારે 42 લોકોના મોત થયા છે. à
Advertisement
દેશમાં કોરોનાના કેસમાં ઉતાર-ચઢાવ સતત જોવા મળી રહ્યો છે. બીજી લહેર બાદ એકવાર ફરી કોરોનાના કેસમાં વધારો અને ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે સાવધાની રાખવી જરૂરી બની છે. વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે દેશ માટે ચિંતાના સમાચાર જોવા મળ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,257 નવા કેસ નોંધાયા છે, જ્યારે 42 લોકોના મોત થયા છે.
આજે નોંધાયેલા કોરોનાના કેસ પાછલા દિવસો કરતા થોડા ઓછા છે. આ પહેલા શનિવારે દેશમાં કોરોના વાયરસના 18,840 નવા કેસ નોંધાયા હતા જ્યારે 43 લોકોના મોત થયા હતા. જોકે, આ એક સંકેત પણ છે કે જો સાવધાની રાખવામાં નહીં આવે તો કેસમાં વધારો થવું સામાન્ય બની જશે. આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,257 નવા કેસ નોંધાયા છે, જ્યારે 42 લોકોના મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 14,553 લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસ હજુ પણ 1.25 લાખને પાર છે. હાલમાં દેશભરમાં કુલ સક્રિય કેસ વધીને 1,28,690 થઈ ગયા છે. આ સાથે, દૈનિક હકારાત્મકતા દર વધીને 4.22 ટકા થઈ ગયો છે.
કોરોનાના નવા કેસો પછી, દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,36,22,651 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં 5,25,428 લોકોના મોત થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 4,29,68,533 લોકો આ બીમારીથી સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા છે.
Advertisement


