Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચીનના વધુ એક શહેરમાં લોકડાઉન લાગુ, 1.7 કરોડ લોકો ઘરમાં પુરાયા

ગુજરાત અને દેશમાં ભલે અત્યારે કોરોના વાયરસ નબળો પડ્યો હોય, પરંતુ તે સંપૂર્ણ જતો રહ્યો છે તેવું કહેવું ખોટું છે. અત્યારે તો માત્ર કોરોનાના કેસ ઓછા થયા છે. તેવામાં પરી વખત ક્યારે કોરોનાની નવી લહેર આવે તે કહી ના શકાય. ત્યારે પહેલા હોંગકોંગ અને હવે ચીનમાં કોરોનાએ ફરી વખત દેખા દીધા છે. માત્ર દેખા દીધા છે એટલું જ નહીં પરંતુ ત્યાં નવી લહેર પણ શરુ થઇ ચુકી છે. જેના કારણે ફરી એક વખત વિશ્વ આખાનà«
ચીનના વધુ એક શહેરમાં લોકડાઉન લાગુ  1 7 કરોડ લોકો ઘરમાં પુરાયા
Advertisement
ગુજરાત અને દેશમાં ભલે અત્યારે કોરોના વાયરસ નબળો પડ્યો હોય, પરંતુ તે સંપૂર્ણ જતો રહ્યો છે તેવું કહેવું ખોટું છે. અત્યારે તો માત્ર કોરોનાના કેસ ઓછા થયા છે. તેવામાં પરી વખત ક્યારે કોરોનાની નવી લહેર આવે તે કહી ના શકાય. ત્યારે પહેલા હોંગકોંગ અને હવે ચીનમાં કોરોનાએ ફરી વખત દેખા દીધા છે. માત્ર દેખા દીધા છે એટલું જ નહીં પરંતુ ત્યાં નવી લહેર પણ શરુ થઇ ચુકી છે. જેના કારણે ફરી એક વખત વિશ્વ આખાની ચિંતામાં વધારો થયો છે. પહેલા સમાચાર આવ્યા હતા કે ચીને પોતાના એક શહેરમાં લોકડાઉન લાગુ કર્યું છે., ત્યારે આજે ફરી અન્ય એક શહેરના લોકોને ઘરમાં બંધ કરવામાં આવ્યા છે.
રવિવારે ચીનમાં 3993 કોરોના કેસ 
મળતી માહિતિ પ્રમાણે ચીનમાં બે વર્ષ બાદ ફરી વખત કોરોના કેસમાં ફરી વખત વધારો થઇ રહ્યો છે. રવિવારે ચીનમાં 3993 કોરોના કેસ સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં સામે આવેલા કોરોના કેસમાં આ આંકડો સૌથી વધારે છે. ચીનના લગભગ 19 પ્રાંતોમાં ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટ સામે આવ્યા છે. જેના પગલે ચીનના વિવિધ શહેરોમાં ફરી વખત લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. પહેલા સરકારે ચીનના ચાંગચુન શહેરમાં લોકડાઉન લાગુ કર્યુ હતું, ત્યારબાદ આજે એક અન્ય એક શહેરમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
શેન્ઝેન શહેરમાં સંપૂર્ણ લોકડાઉન
રવિવારના દિવસે દક્ષિણ ચીનમાં આવેલા શેન્ઝેન શહેરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જ્યાં 66 નવા કોરોના કેસ નોંધાયા બાદ સ્થાનિક સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે શેન્ઝેન શહેરને ટેકનોલોજીનું હબ કહેવામાં આવે છે. ચીનના આ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. શેન્ઝેન શેનઝેનમાં લગભગ 1.7 કરોડ લોકો રહે છે. જેઓ અત્યારે ઘરમાં પુરાયા છે. આ શહેર હોંગકોંગ સરહદ નજીક આવેલું છે, જ્યાં અત્યારે કોરોના વાયરસનો પ્રકોપ ચાાલી રહ્યો છે. હોંગકોંગના આરોગ્ય અધિકારીઓએ રવિવારે 32,430 નવા કોરોના કેસ નોંધાયાની અને અને 264 મૃત્યુ થયાની માહિતિ આપી હતી.
બિજિંગમાં પ્રશાસને લોકોને ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે
એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે જિલિન શહેરને આંશિક રીતે બંધ કરી દેવામાં આવ્યું છે. શાંઘાઈમાં સ્કૂલ-પાર્ક પણ બંધ કરવાની સાથે રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નવા કેસ સામે આવ્યા બાદ, બિજિંગમાં વહીવટીતંત્રે લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા માટે કહ્યું છે. 
Tags :
Advertisement

.

×