Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં કોરોનાના Active કેસ માત્ર 11,058, આજે નોંધાયા 1 હજારથી પણ ઓછા કેસ

એકવાર ફરી વિશ્વમાં કોરોના મહામારી ફેલાઇ રહી છે. આજે સૌથી ખરાબ સ્થિતિમાં ચીન છે. દેશના શાંઘાઈ શહેરમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીં લોકોને ખાવાનું પણ મળી રહ્યું નથી. બીજી તરફ ભારતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 0.25 ટકાના પોઝિટિવિટી રેટ સાથે 861 àª
દેશમાં કોરોનાના active કેસ માત્ર 11 058  આજે નોંધાયા 1 હજારથી પણ ઓછા કેસ
Advertisement
એકવાર ફરી વિશ્વમાં કોરોના મહામારી ફેલાઇ રહી છે. આજે સૌથી ખરાબ સ્થિતિમાં ચીન છે. દેશના શાંઘાઈ શહેરમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીં લોકોને ખાવાનું પણ મળી રહ્યું નથી. બીજી તરફ ભારતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો થયો છે. 
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 0.25 ટકાના પોઝિટિવિટી રેટ સાથે 861 નવા COVID-19 સંક્રમણના કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં સક્રિય કેસ વધીને 11,058 થઈ ગયા છે, જે કુલ કેસના 0.03 ટકા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં સંક્રમણને કારણે છ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે, જેનાથી મૃત્યુઆંક 5,21,691 પર પહોંચી ગયો છે. 

છેલ્લા 24 કલાકમાં 929 કોવિડ દર્દીઓ આ રોગમાંથી સ્વસ્થ થયા છે, જે રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ રીકવરીનો આંકડો 4,25,03,383 પર પહોંચી ગયો છે. દેશમાં હાલમાં રીકવરી રેટ 98.76 ટકા છે. અત્યાર સુધીમાં દેશના લોકોને 1,85,74,18,827 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે 2,44,870 લોકોને રસી આપવામાં આવી હતી, જ્યારે 2,71,211 લોકોએ કોરોના ટેસ્ટ કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×