Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાન World Cup ની મેચ રમી શકે છે આ દેશમાં, ICC બનાવી રહ્યું છે પ્લાન

આ વખતનો વન ડેનો વર્લ્ડકપ ભારતમાં યોજાવવાનો છે. પરંતુ આ મેગા ટૂર્નામેન્ટ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડકપ મેચ...
પાકિસ્તાન world cup ની મેચ રમી શકે છે આ દેશમાં  icc બનાવી રહ્યું છે પ્લાન
Advertisement
આ વખતનો વન ડેનો વર્લ્ડકપ ભારતમાં યોજાવવાનો છે. પરંતુ આ મેગા ટૂર્નામેન્ટ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર અવળચંડાઈ પર ઉતરી આવ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડકપ મેચ રમવા માટે ભારત નહીં આવે. ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશમાં 2023 વર્લ્ડકપની મેચ રમી શકે છે.
ICC ની બેઠકમાં થઈ ચર્ચા
પાકિસ્તાનની ટીમ વિશ્વકપ 2023માં પોતાના મુકાબલા ભારતની જગ્યાએ બાંગ્લાદેશમાં રમી શકે છે. હકીકતમાં આઈસીસીની બેઠકમાં આ વાતની ચર્ચા થઈ છે, તો તેના પર બધાની સહમતિ હોવાનું પણ સામે આવી રહ્યું છે. પરંતુ ભારત સરકારે આઈસીસીને કહ્યું છે કે તે ભારતમાં આયોજીત વનડે વિશ્વકપ માટે પાકિસ્તાન ક્રિકેટરોને વીઝા આપશે.
પાકિસ્તાન ભારતને આપવા ઈચ્છે છે જવાબ
નોંધનીય છે કે પાકિસ્તાન ભારતમાં વનડે વિશ્વકપ 2023ના મુકાબલા ન રમીને ભારતને જવાબ આપવા ઈચ્છે છે. આ વર્ષે પાકિસ્તાનમાં એશિયા કપનું આયોજન પણ થવાનું છે. એશિયા કપની દરેક મેચ પાકિસ્તાનમાં રમાશે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ કરી દીધુ છે કે ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં.
એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળશે
છેલ્લા 5 મહિનાથી ચાલી રહેલો એશિયા કપ 2023નો વિવાદ હવે લગભગ ઉકેલ તરફ છે. આ પહેલાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની યોજાયેલી બેઠકમાં તે સ્પષ્ટ થઈ ગયું હતું કે એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળશે, આ દરમિયાન તે પણ કહી દેવામાં આવ્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહીં. તે પોતાની મેચ અન્ય કોઈ સ્થળે રમશે. હવે ICCની બેઠકમાં પાકિસ્તાને પણ વિશ્વકપમાં પોતાની મેચ રમવા માટે આ પ્રકારની યોજના બનાવી છે. પાક ટીમને ભારતની યજમાની સામે સમસ્યા નથી પરંતુ તે પોતાના મુકાબલા ભારતની જગ્યાએ બાંગ્લાદેશમાં રમવા ઈચ્છે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×