પ્રિયંકા ગાંધી એકવાર ફરી થયા કોરોના સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
દેશમાં એક તરફ રાજનીતિક માહોલમાં ગરમાવો આવી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના કેસમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી એકવાર ફરી કોરોના સંક્રમિત થયા છે. આ અંગે તેમણે પોતે ટ્વીટ કરી જાણકારી આપી છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વીટમાં કોરોના પોઝિટિવ હોવા અંગે જાણકારી આપતા લખ્યું, તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Advertisement
દેશમાં એક તરફ રાજનીતિક માહોલમાં ગરમાવો આવી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના કેસમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી એકવાર ફરી કોરોના સંક્રમિત થયા છે. આ અંગે તેમણે પોતે ટ્વીટ કરી જાણકારી આપી છે.
પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વીટમાં કોરોના પોઝિટિવ હોવા અંગે જાણકારી આપતા લખ્યું, તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે આઈસોલેશન છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. પ્રિયંકા ગાંધી 2 મહિનામાં બીજી વખત કોરોના પોઝિટિવ આવ્યા છે. તે 3 જૂને કોરોના પોઝિટિવ થયા હતા. આ પહેલા તેઓ અને તેમની માતા સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ થયા હતા. આ દરમિયાન તેણીને પણ ઘરમાં અલગ રાખવામાં આવ્યા હતા.
દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રાજસ્થાનના અલવર શહેરની તેમની પ્રસ્તાવિત મુલાકાત રદ કરી દીધી છે. સૂત્રોને ટાંકીને સમાચાર એજન્સી ANIએ જણાવ્યું કે, તેમની તબિયત સારી નથી. તેઓ ત્યાં પક્ષના નેતૃત્વ સંકલ્પ શિબિરમાં ભાગ લેવાના હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 16,047 નવા કેસ નોંધાયા છે અને 54 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ 44,190,697 કેસ નોંધાયા છે. બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા 128,261 છે. છેલ્લા 24 કલાકમાં 19,539 લોકો કોરોનાથી સાજા થયા છે, અત્યાર સુધીમાં 4,35,35,610 લોકો કોરોનાથી સાજા થયા છે. કોરોનાથી કુલ 5,26,826 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 15,21,429 રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 2,07,03,71,204 રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - કોંગ્રેસ અધ્યક્ષ બાદ પ્રિયંકા ગાંધી પણ કોરોનાગ્રસ્ત
Advertisement


