Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બે મહિલા સદસ્યોનો બળવો, પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ જઇ સમિતિમાં જોડાયા

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ  ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતની અલગ અલગ સમિતિના ચેરમેન અને સદસ્યોની નિમણુક માટે જિલ્લા પંચાયત દ્વારા ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.. કોંગ્રેસ પક્ષ દ્વારા સભ્યોને માત્ર સભામાં હાજરી આપવામાં કહેવાયું હતું.. કોંગ્રેસના બે સભ્યોએ...
રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની બે મહિલા સદસ્યોનો બળવો  પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ જઇ સમિતિમાં જોડાયા
Advertisement

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ 

ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતની અલગ અલગ સમિતિના ચેરમેન અને સદસ્યોની નિમણુક માટે જિલ્લા પંચાયત દ્વારા ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું..

Advertisement

કોંગ્રેસ પક્ષ દ્વારા સભ્યોને માત્ર સભામાં હાજરી આપવામાં કહેવાયું હતું..

Advertisement

કોંગ્રેસના બે સભ્યોએ મેન્ડેટની વિરુદ્ધ જઇને પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બન્ને સદસ્યોને અલગ-અલગ સમિતિની નિમણુંકમાં સભ્ય તરીકે સ્થાન અપાયું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા સભ્યોને માત્ર સભામાં હાજરી આપવામાં કહેવાયું હતું.. સમિતિમાં સ્થાન મેળવવાથી દુર રહેવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ ગીતાબેન ચૌહાણ અને ગીતાબેન ચાવડાએ પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જઇ સમિતિમાં સ્થાન સ્વીકાર્યુ છે.

પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરાશે 

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયા ગુજરાત ફર્સ્ટ સાથે ની વાત ચીત માં જણાવ્યું આજે જિલ્લા પંચાયત ખાસ સામાન્ય સભા હતી જેમાં માત્ર અલગ અલગ સમિતિ ચેરમેન અને સભ્યોની નિમણુક કરવાની હોય જેથી કોંગ્રેસના ૧૨ સભ્યો ને માત્ર હાજરી આપવા અને સમિતિ નિમણુક કાર્યવાહી માં ભાગ ન લેવા માટે વ્હિપ આપવામાં આવેલો પણ છતાં કોંગ્રેસ ના બે સભ્યો ભાગ લીધો છે તેને લઈ કોંગ્રેસ પ્રદેશમાં જાણ કરવામાં આવશે અને બંને સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી આગામી સમય માં કરવામાં આવશે....

એક સમયે રાજકોટ જિલ્લા પંચાયતમાં સંપૂર્ણપણે કોંગ્રેસની સત્તા હતી 

રાજકોટ જિલ્લા પંચાયત એકતો કોંગ્રેસ હાથમાંથી ગુમાવી પણ હવે સભ્યો ને પણ સાથે રાખવામાં નાકામ રહેલ કોંગ્રેસનાં એકબાદ એક સભ્યો ભાજપમાં જઇ રહ્યા છે. કોંગ્રેસ પોતાના સભ્યોને સંભાળવામાં ના કામ હોય તેવું લાગી રહ્યું છે જોકે એક સમયે રાજકોટ જિલ્લા પંચાયત સંપૂર્ણપણે કોંગ્રેસની સત્તા હતી પરંતુ કોંગ્રેસે રાજકોટ જિલ્લા પંચાયતમાંથી પોતાની સત્તા ગુમાવવાનું વારો આવ્યો હતો ત્યારે આવનારા સમયમાં હવે કોંગ્રેસ કયા પ્રકારે કાર્યવાહી કરે છે તે તો જોવું જ રહ્યું..

Tags :
Advertisement

.

×