Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શૈલેન્દ્ર-એક અમર ગીતકાર

રાજકપુર+શંકર-જયકિશન +શૈલેન્દ્ર + હસરત જયપુરી = RK ફિલ્મ્સ રાજકપુર,શંકર-જયકિશન,શૈલેન્દ્ર અને હસરત જયપુરી એટલે RK ફિલ્મ્સ.આમાંથી એકને પણ  ટીમ બહાર કામ કરવું એટલે પાણીમાંથી કાઢેલી માછલી જેવું. ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હૂં વાત છે 1952ની. 1953માં એક ફિલ્મ આવેલી...
શૈલેન્દ્ર એક અમર ગીતકાર
Advertisement

રાજકપુર+શંકર-જયકિશન +શૈલેન્દ્ર + હસરત જયપુરી = RK ફિલ્મ્સ

રાજકપુર,શંકર-જયકિશન,શૈલેન્દ્ર અને હસરત જયપુરી એટલે RK ફિલ્મ્સ.આમાંથી એકને પણ  ટીમ બહાર કામ કરવું એટલે પાણીમાંથી કાઢેલી માછલી જેવું.

Advertisement

ગર્દિશ મેં હૂં આસમાન કા તારા હૂં

Advertisement

વાત છે 1952ની.
1953માં એક ફિલ્મ આવેલી 'આવારા'. RK FILMનું નિર્માણ. ₹156 મિલિયન( $30.7 મિલિયન)નો બોક્સ ઓફિસના કલેક્શનનો વિક્રમ સ્થાપ્યો.

'આવારા' ફિલ્મ દિગ્દર્શક/નિર્માતા રાજ કપૂર ,લેખક ખ્વાજા અહેમદ અબ્બાસની ટીમનું ટીમવર્ક. વાત જાણે એમ છે કે એ. અબ્બાસ મૂળ રીતે મહેબૂબ ખાન આ ફિલ્મનું દિગ્દર્શન કરે તેવું ઇચ્છતા હતા, પરંતુ કાસ્ટિંગ અંગે બંને અસંમત હતા. ખાન ઇચ્છતા હતા કે અશોક કુમાર જજની ભૂમિકા ભજવે અને દિલીપ કુમાર પુત્રની ભૂમિકા ભજવે.અબ્બાસે મહેબૂબ સ્ટુડિયોમાંથી તેની સ્ક્રિપ્ટ પાછી ખેંચી લીધી અને રાજ કપૂર આ કથાનકને ન્યાય આપશે એમ લાગતાં અબ્બાસે રાજકપૂરને પસંદ કર્યા.

શૈલેન્દ્ર નવાનવા આવેલા.રેલ્વેની મુંબઈના માટુંગા વર્કશોપની નોકરી છોડેલી નહિ.રંગે શ્યામ અને શરીરે દુબળા. પહેરવેશ પણ સામાન્ય.સમય મળે એટલે રાજકપુર પાસે પહોંચી જાય.

એક દિવસ રાજક્પુરે કહ્યું : "ચલ કવિ,મેરે સાથ એક મીટીંગ મેં." શૈલેન્દ્રને રાજકપુર પહોંચ્યા કે.એ.અબ્બાસને ત્યાં. અબ્બાસે સ્ટોરી ટેલીંગ ચાલુ કર્યું. એમનું નેરેશન અદભુત હતું.બે એક કલાક ચાલ્યું. રાજકપુર અને શૈલેન્દ્ર તો જાણે કથામાં ડૂબી જ ગયેલા.પત્યું એટલે અબ્બાસે પહેલાં શૈલેન્દ્રને પૂછ્યું : પહલવાન,બાત કૈસી લાગી?"
જવાબ મળ્યો: "આપકા હીરો ગરદીશ મેં હૈ પર આસમાન કા તારા હૈ. आवारा लोग पैदा नहीं होते, बल्कि हमारे आधुनिक शहरों की मलिन बस्तियों में, भीषण गरीबी और बुरे माहौल के बीच पैदा होते हैं।"
જવાબ સાંભળી અબ્બાસ તો ખુશ થઇ ગયા : "રાજ, યહ મહાશય ને તો એક હી લાઈન મેં પૂરી સ્ટોરી કહ દી.કૌન હૈ એ ?"
રાજકપૂરે શૈલેન્દ્રનો પરિચય આપ્યો.
આવારા ફિલ્મનું ટાઈટલ સોંગ તત્કાળ રચાઈ ગયું-આવારા હૂં પર ગર્દિશ મેં હું આસમાન કા તારા હૂં અને એ ગીત આજે પણ આપણે ગણગણવા મજબુર છીએ. રશિયામાં તો આ ગીતે ધૂમ મચાવી.
"આવારા હૂં" ગીત અને અભિનેતા રાજ કપૂર સમગ્ર ચીન અને સોવિયેત યુનિયનમાં લોકપ્રિય બન્યા.
ફિલ્મ આવારા અને ગીત "આવારા હૂં" અધ્યક્ષ માઓની મનપસંદ ફિલ્મ હતી અને ગીતો પણ એમને પ્રિય હતાં.

સલામ શૈલેન્દ્ર.

Tags :
Advertisement

.

×