Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'આ અવિચારી પરિપત્ર તાત્કાલીક રદ થાય' નેશનલ મેડિકલ કમિશનના જેનરિક દવાઓના પરિપત્ર પર બોલ્યા શક્તિસિંહ

માત્ર જેનરિક દવાઓ જ પ્રિસ્ક્રીપ્શનમાં લખવાના નેશનલ મેડિકલ કમિશનના આદેશનો વિરોધ વકરી રહ્યો છે.. મહત્વપૂર્ણ છે કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ ડોક્ટરે બ્રાન્ડેડ કે ચોક્કસ દવા લખવાના બદલે માત્ર જેનરીક મેડિસિન એટલે કે...
 આ અવિચારી પરિપત્ર તાત્કાલીક રદ થાય  નેશનલ મેડિકલ કમિશનના જેનરિક દવાઓના પરિપત્ર પર બોલ્યા શક્તિસિંહ
Advertisement

માત્ર જેનરિક દવાઓ જ પ્રિસ્ક્રીપ્શનમાં લખવાના નેશનલ મેડિકલ કમિશનના આદેશનો વિરોધ વકરી રહ્યો છે.. મહત્વપૂર્ણ છે કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ ડોક્ટરે બ્રાન્ડેડ કે ચોક્કસ દવા લખવાના બદલે માત્ર જેનરીક મેડિસિન એટલે કે જેનરીક દવાઓ જ લખવાની રહેશે. જો ડોક્ટર જેનરીક દવાના બદલે બ્રાન્ડેડ દવાઓ લખશે તો તેમનું લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમખ શક્તિસિંહે કહ્યુ છે કે હકીકતમાં કોઈપણ દર્દીને કઈ દવા આપવી તેનો નિર્ણય ઉત્તમ રીતે દવા કરનાર ડોક્ટર જ કરી શકે. કોઈ દર્દી જો બીજા કોઈ રોગથી પીડાતા હોય અને તેની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) ખૂબ જ ઓછી હોય તો ડોક્ટર તેને ચોક્કસ બ્રાન્ડેડ દવા કે જેનો તેને અનુભવ અને વિશ્વાસ છે તે જ દવા લખે તે વ્યાજબી ગણાય. સરકારે ખરા અર્થમાં આપણા નાગરિકો અને દર્દીઓને સસ્તી દવા આપવી હોય તો બ્રાન્ડેડ દવાઓ ઉપરના કિંમતના નિયંત્રણો યોગ્ય રીતે કરવા જોઈએ જે કરવામાં આવતા નથી.

Advertisement

Advertisement

જેનરીક દવાઓ જે બજારમાં મળે છે તેની ગુણવત્તા(ક્વોલિટી)ની જાળવણી માટે સરકાર સહેજ પણ ચિંતિત નથી અને પરિણામે જેનરીક દવાઓનો વપરાશ કરતા પહેલાં બધાને ચિંતા અને પ્રશ્નાર્થ ઉભો થાય છે. સરકારની જવાબદારી છે કે જેનરીક દવાઓની ગુણવત્તા ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. જે ડોક્ટર પોતાના અનુભવથી પોતાના દર્દી માટે કઈ દવા ઉત્તમ રહેશે તે માટે વિચારીને પોતાની ચોઈસ ઓફ ડ્રગ દર્દીને પ્રિસ્ક્રાઈબ કરે તેમાં સરકારને વાંધો ન હોવો જોઈએ. વ્યક્તિના જીવનથી વધારે કિંમતી કશું જ ન હોઈ શકે.

ડોક્ટર જ્યારે ચોક્કસ દવા પ્રિસ્ક્રાઈબ કરતા હોય ત્યારે દર્દી પોતે જેનરીક દવા માટે સૂચવી પણ શકે અને મેડિકલ સ્ટોર ઉપર પણ બ્રાન્ડેડના બદલે જેનરીક દવા ખરીદવા માટે સ્વતંત્ર છે. આ બધા જ સંજોગોમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા જે અવિચારી નિર્ણય કરીને માત્ર જેનરીક દવા જ ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરી શકે અને ન કરે તો તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવાનો જે પરિપત્ર કર્યો છે તેને સત્વરે રદ્દ કરવો જોઈએ તેવી માંગણી શક્તિસિંહ ગોહિલે કરેલી છે. ગોહિલે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી તથા આપણા દેશના પ્રધાનમંત્રી કે જેઓ બંને ગુજરાતના છે તેઓને નેશનલ મેડિકલ કમિશન દ્વારા જે અવિચારી પરિપત્ર કરાયો છે તેને તાત્કાલિક રદ્દ કરવા માટેની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

Tags :
Advertisement

.

×