Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ KUTCHH ના પોલીસ વડા તરીકે SAGAR WAGHMAR એ સંભાળ્યો ચાર્જ

અહેવાલઃ  રાકેશ કોટવાલ, કચ્છ  પૂર્વ કચ્છના પોલીસ વડા તરીકે નવનિયુક્ત એસપી સાગર વાઘમારે એ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો.. બપોરે 12:39 મિનિટે પૂર્વ કચ્છ એસપી કચેરીએ પહોંચેલા નવ નિયુકત પોલીસ અધિક્ષક સાગર વાઘમારને પૂર્વ કચ્છ પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે...
પૂર્વ kutchh ના પોલીસ વડા તરીકે sagar waghmar એ સંભાળ્યો ચાર્જ
Advertisement

અહેવાલઃ  રાકેશ કોટવાલ, કચ્છ 

પૂર્વ કચ્છના પોલીસ વડા તરીકે નવનિયુક્ત એસપી સાગર વાઘમારે એ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો.. બપોરે 12:39 મિનિટે પૂર્વ કચ્છ એસપી કચેરીએ પહોંચેલા નવ નિયુકત પોલીસ અધિક્ષક સાગર વાઘમારને પૂર્વ કચ્છ પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે આવકાર આપ્યો હતો. .

Advertisement

Advertisement

સમગ્ર પૂર્વ કચ્છના પોલીસ સબ ઇન્સ્પેક્ટર , પોલીસ ઇન્સ્પેક્ટર અને વિભાગીય નાયબ પોલીસ અધિકારીઓએ તેમને આવકાર આપ્યો હતો , અને પુષ્પગુચ્છ વડે તેમનું સ્વાગત કર્યુ હતું. આ ઉપરાંત એસપીએ તમામ પોલીસ અધિકારીઓ થાણા અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

નવ નિયુકત એસપીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગાંધીધામ ઔદ્યોગિક અને બંદરીયા પ્રવૃત્તિથી ધમધમતો જીલ્લો છે આ વિસ્તારમાં પોલીસની તમામ કામગીરી અગ્રેસર રહેશે ખાસ કરી કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ પોલીસની ભૂમિકામાં સ્પષ્ટ રૂપે લોકોને મદદરૂપ બની રહેશે પ્રથમ દ્રષ્ટિએ જ કાયદો વ્યવસ્થાની જાળવણી પર ભાર મૂકવામાં આવશે આ ઉપરાંત ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિઓને કડક હાથે ડામવામાં આવશે સાથે સાથે અરજદાર અને નાગરિકો માટે પોલીસ સહકાર ભર્યા વાતાવરણથી કામ કરશે અને અરજદારોની વિગતોને જાણી જરૂરી તમામ પગલાં ભરવામાં આવશેત.બંદરીયા પ્રવૃત્તિઓ અને ઔદ્યોગિક વિકાસને પગલે આ સમગ્ર જિલ્લામાં પંચરંગી પ્રજા વચ્ચે પોલીસ ઉદ્યોગો અને વેપારીઓને પણ પૂર્ણ રીતે સહકાર આપીને કામ કરશે. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આર્થિક ગુનાઓ અને ખાસ કરીને ટ્રાફિકના પ્રશ્નો પોલીચસ તમામ બાબતોનું અભ્યાસ કરીને સારો અને ઉપયોગી ઉકેલ શોધવા માટે પ્રયાસ કરશે તેમ નવનીત એસપી સાગર વાઘમાર ગુજરાત ફર્સ્ટને જણાવ્યું હતું

Tags :
Advertisement

.

×