Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વર્લ્ડકપ હાર બાદ અશ્રુભીની આંખો સાથે ખેલાડીઓની વેદના છલકાઈ, જુઓ video

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને તેનું છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. છેલ્લા 10 વર્ષમાં ICC નોકઆઉટમાં ટીમ ઈન્ડિયાની આ આઠમી હાર છે. આ વર્ષે ભારતીય ટીમ સતત બીજી ICC નોકઆઉટ મેચ હારી છે. ઓસ્ટ્રેલિયાનું આ 10મું ICC...
વર્લ્ડકપ હાર બાદ અશ્રુભીની આંખો સાથે ખેલાડીઓની વેદના છલકાઈ  જુઓ video
Advertisement

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને તેનું છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે. છેલ્લા 10 વર્ષમાં ICC નોકઆઉટમાં ટીમ ઈન્ડિયાની આ આઠમી હાર છે. આ વર્ષે ભારતીય ટીમ સતત બીજી ICC નોકઆઉટ મેચ હારી છે. ઓસ્ટ્રેલિયાનું આ 10મું ICC ટાઇટલ હતું. આ હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો અને મેદાન છોડતી વખતે પોતાના આંસુ રોકી શક્યો ન હતો.

Advertisement

રોહિત આંસુ રોકી ન શક્યો

Advertisement

ટીમ ઈન્ડિયાની હાર બાદ રોહિત શર્મા ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યો હતો. મેદાન છોડતી વખતે તે ભીની આંખો સાથે બધાને મળ્યો અને મેદાન છોડતી વખતે તેના આંસુ રોકાયા નહોતા. તે મોઢું નમાવીને મેદાનની બહાર નીકળી ગયો અને પોતાની ભાવનાઓને કાબૂમાં રાખી શક્યો નહીં. તેનો આંસુ સાથે મેદાન છોડતો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું.

મેચની શું હાલત હતી?

મેચમાં ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે એકદમ સાચો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં તમામ 10 વિકેટ ગુમાવી 240 રન બનાવ્યા હતા. આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી બેટિંગ કરતી વખતે કેએલ રાહુલે સૌથી વધુ 66 રનની ઇનિંગ રમી હતી જ્યારે વિરાટ કોહલીએ સૌથી વધુ 54 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 47 રન અને સૂર્યકુમાર યાદવે 18 રન બનાવ્યા હતા. જવાબમાં કાંગારૂ ટીમે 43 ઓવરમાં 241 રન બનાવી 6 વિકેટે મેચ જીતી લીધી હતી. ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ODI વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારનાર તે 7મો બેટ્સમેન બન્યો. તેના સિવાય માર્નસ લાબુશેને અણનમ 58 રનની શાનદાર ઇનિંગ રમી અને ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી.

આ  પણ  વાંચો -વર્લ્ડ કપ ફાઇનલની કારમી હાર બાદ PM મોદીએ કર્યું ટ્વીટ

Tags :
Advertisement

.

×