Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asia Cup 2023 :ટીમ ઈન્ડિયા કેવી રીતે પહોંચી શકે છે સુપર-4માં, જાણો સમીકરણ

એશિયા કપના ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મેચ રમાઈ હતી. વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ભારતીય ટીમને બેટિંગ કરવાની પૂરી તક મળી હતી, પરંતુ બાબર આઝમની ટીમ એક પણ બોલ રમી શકી નહોતી. પાકિસ્તાને ઓપનિંગ...
asia cup 2023  ટીમ ઈન્ડિયા કેવી રીતે પહોંચી શકે છે સુપર 4માં  જાણો સમીકરણ
Advertisement
એશિયા કપના ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મેચ રમાઈ હતી. વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ભારતીય ટીમને બેટિંગ કરવાની પૂરી તક મળી હતી, પરંતુ બાબર આઝમની ટીમ એક પણ બોલ રમી શકી નહોતી. પાકિસ્તાને ઓપનિંગ મેચમાં નેપાળને 238 રનથી હરાવીને મોટી જીત હાંસલ કરી હતી. ભારતે આ એડિશનમાં તેની પ્રથમ મેચ રમી હતી અને તે પણ અનિર્ણિત રહી હતી. હવે ભારતીય ટીમ સુપર-4માં કેવી રીતે પહોંચશે તેને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
ભારત-પાકિસ્તાન મેચ પછી, ચાલો પહેલા જાણીએ પોઈન્ટ ટેબલની સ્થિતિ. મેચ પૂર્ણ ન થવાને કારણે બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી. ગ્રુપ-A પાકિસ્તાન બે મેચમાં ત્રણ પોઈન્ટ મેળવીને સુપર-4માં પહોંચી ગયું છે. આ સાથે જ ભારતના એક મેચમાં એક પોઈન્ટ છે. નેપાળના ખાતામાં એક પણ પોઈન્ટ નથી. બીજી તરફ ગ્રુપ-બી શ્રીલંકાના એક મેચમાં બે પોઈન્ટ છે અને બાંગ્લાદેશનું ખાતું પણ ખુલ્યું નથી. અફઘાનિસ્તાનની ટીમે હજુ તેની પ્રથમ મેચ રમવાની છે.
ભારત માટે હવે શું સમીકરણો છે
  • ભારતની નેપાળ સામેની મેચ કરો યા મરો જેવી બની ગઈ છે. જો ટીમ નેપાળ સામે જીતશે તો તે સુપર-4માં જશે. જો તે હારી જશે તો નેપાળ આગામી રાઉન્ડમાં પહોંચી જશે.
  • જો નેપાળ સામેની મેચ પણ વરસાદને કારણે રદ્દ થાય તો ભારતને એક પોઈન્ટ મળશે અને તેનાથી તેના કુલ પોઈન્ટની સંખ્યા બે થઈ જશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આગામી રાઉન્ડમાં પહોંચશે.
  • નેપાળને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે કોઈપણ ભોગે જીતવું પડશે. તેણે ચમત્કારિક પ્રદર્શન કરવું પડશે. જો મેચ રદ થાય તો પણ તેને માત્ર એક પોઈન્ટ મળશે અને બે મેચમાં કુલ એક પોઈન્ટ સાથે તે બહાર થઈ જશે.

મેચમાં શું થયું?
હાર્દિક પંડ્યા (87) અને ઈશાન કિશન (82) વચ્ચે પાંચમી વિકેટ માટે 138 રનની રેકોર્ડ ભાગીદારીથી ભારતે શનિવારે એશિયા કપ મેચમાં પાકિસ્તાનને 267 રનનો પડકાર આપ્યો હતો. શાહીન શાહ આફ્રિદીની આગેવાનીમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ તમામ દસ વિકેટો ઝડપી હતી. શાહિને 35 રનમાં ચાર વિકેટ લીધી હતી. તેના સિવાય હરિસ રઉફ અને નસીમ શાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. શાહીન આફ્રિદી અને હરિસ રઉફ સામે ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા (22 બોલમાં 11 રન), શુભમન ગિલ (32 બોલમાં 10 રન), વિરાટ કોહલી (સાત બોલમાં ચાર રન) અને શ્રેયસ અય્યર (નવ બોલમાં 14 રન), જેઓ આ મેચમાં ઈજામાંથી સાજા થયા બાદ પરત ફર્યા હતો.
Advertisement
Tags :
Advertisement

.

×