Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Asia Cup: આવતીકાલે પાકિસ્તાન-નેપાળ વચ્ચે પ્રથમ મેચ,જુઓ સંભવિત ખેલાડીઓ

એશિયા કપ 2023ની શરૂઆત ગ્રુપ-એમાં યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની મેચથી થશે. 30 ઓગસ્ટે બંને ટીમો વચ્ચે ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. વર્ષ 2018 પછી એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ આગામી...
asia cup  આવતીકાલે પાકિસ્તાન નેપાળ વચ્ચે પ્રથમ મેચ જુઓ સંભવિત ખેલાડીઓ
Advertisement
એશિયા કપ 2023ની શરૂઆત ગ્રુપ-એમાં યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની મેચથી થશે. 30 ઓગસ્ટે બંને ટીમો વચ્ચે ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. વર્ષ 2018 પછી એશિયા કપ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ આગામી ODI વર્લ્ડ કપ 2023 છે.
નેપાળની ટીમ પ્રથમ વખત એશિયા કપ રમશે, જેમાં રોહિત પૌડેલ ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળતો જોવા મળશે. ACC પ્રીમિયર કપ 2023માં નેપાળની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઈનલ મેચમાં UAEને હરાવી મુખ્ય ઈવેન્ટ માટે ક્વોલિફાય કર્યું. નેપાળની ટીમ વિશ્વ ક્રિકેટમાં પ્રથમ વખત પાકિસ્તાન સામે ટકરાશે.
બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી પાકિસ્તાની ટીમનું તાજેતરમાં વનડેમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે. પાકિસ્તાનની ટીમે તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની 3 ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ કરીને ODI રેન્કિંગમાં નંબર-1 સ્થાન હાંસલ કર્યું છે. હવે એશિયા કપમાં પણ પાકિસ્તાન ટીમની નજર શાનદાર શરૂઆત પર રહેશે.
નેપાળે UAEને 7 વિકેટે હરાવ્યું હતું
નેપાળે એપ્રિલ-મે મહિનામાં આયોજીત ICC મેન્સ પ્રીમિયર કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. નેપાળની ટીમે ફાઈનલમાં UAEને 7 વિકેટે હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં નેપાળ માટે કુશલ મલ્લાએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેમણે 4 ઈનિંગમાં 238 રન બનાવ્યા હતા. સાથે કેપ્ટન રોહિચ પૌડેલે 5 મેચમાં 187 રન બનાવ્યા હતા. નેપાળ એશિયા કપની પ્રથમ મેચની પ્લેઈંગ ઈલેવનમાં કુશલને સ્થાન આપી શકે છે. સાથે ટીમ આસિફ શેખ અને ભીમ શર્કીને પણ સ્થાન આપી શકે છે. કરણ કેસી અને લલિત રાજબંશીને પણ ટીમમાં સ્થાન મળી શકે છે.
એશિયા કપની પ્રથમ મેચ માટે બંને ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન
પાકિસ્તાન- ફખર જમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ(કેપ્ટન), મોહમ્મદ રિઝવાન(વિકેટકીપર), ઈફ્તિખાર અહમદ, આગા સલમાન, શાબાદ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન અફરીદી, નસીમ શાહ, હારિસ રઉફ.
નેપાળ- કુશલ ભુર્તેલ, આસિફ શેખ(વિકેટકીપર), ભીમ શર્કી, રોહિત પૌડેલ(કેપ્ટન), કુશલ મલ્લા, આરિફ શેખ, સંદીપ લામિછાને. સોમપાલ કામી, કરણ કેસી, લલિત રાજબંશી, ગુસસન ઝા.
Tags :
Advertisement

.

×