Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નેપાળ પહોંચેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને રિસીવ કરવા માટે મોકલાયો 'છોટા હાથી', Video Viral

દરેક ક્રિકેટ બોર્ડ BCCI જેટલું સમૃદ્ધ નથી અને અન્ય દેશોમાં ક્રિકેટનું એટલું પ્રભુત્વ નથી. નેપાળની ટીમે તાજેતરમાં જ ક્રિકેટની દુનિયામાં પોતાનો પગ જમાવ્યો છે. નેપાળ ક્રિકેટ બોર્ડ પણ શરૂઆતના દિવસોમાં છે. હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ટી20 સિરીઝ...
નેપાળ પહોંચેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમને રિસીવ કરવા માટે મોકલાયો  છોટા હાથી   video viral
Advertisement

દરેક ક્રિકેટ બોર્ડ BCCI જેટલું સમૃદ્ધ નથી અને અન્ય દેશોમાં ક્રિકેટનું એટલું પ્રભુત્વ નથી. નેપાળની ટીમે તાજેતરમાં જ ક્રિકેટની દુનિયામાં પોતાનો પગ જમાવ્યો છે. નેપાળ ક્રિકેટ બોર્ડ પણ શરૂઆતના દિવસોમાં છે. હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ ટી20 સિરીઝ રમવા માટે નેપાળ પહોંચી હતી. જેની પ્રથમ મેચ 27 મી એપ્રિલે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે, જેને જોઈને લોકો વેસ્ટ ઈન્ડિઝની ટીમ અને નેપાળ ક્રિકેટ બોર્ડની મજાક ઉડાવી રહ્યા છે.

નેપાળમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે મસ્તી કરી...

વાસ્તવમાં, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ નેપાળ એરપોર્ટથી નીકળી ત્યારે એક 'છોટા હાથી' અને એક જર્જરિત બસ ખેલાડીઓને રિસીવ કરવા માટે આવી પહોંચી હતી. વીડિયો (Video Viral)માં જોઈ શકાય છે કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓ તેમની કિટ બેગ 'છોટા હાથી'માં રાખતા જોવા મળે છે. વેસ્ટ ઈન્ડિઝના કેટલાક ખેલાડીઓ નેપાળ દ્વારા તેમના માટે કરવામાં આવેલી વ્યવસ્થાથી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમજ તેમને સાદી બસ આપવામાં આવી હતી જેમાં એસી નહોતું.

Advertisement

Advertisement

વીડિયો જોઈને લોકો હસવા લાગ્યા છે...

આ વીડિયો (Video Viral)સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા બાદ યુઝર્સ વિવિધ ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. વીડિયો (Video Viral) પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે હવે આવા દિવસો આવી ગયા છે. બીજાએ લખ્યું- હવે બસ આ જ જોવાનું બાકી હતું. આવી જ રીતે અન્ય ઘણા લોકોએ કોમેન્ટ કરીને વેસ્ટ ઈન્ડિઝની ટીમની મજાક ઉડાવી હતી.

આ પણ વાંચો : Rishabh Pant : IPL ના ઇતિહાસમાં જે રસલ અને ગેલ ન કરી શક્યા તે રિષભ પંતે કરી બતાવ્યું

આ પણ વાંચો : GSFA : પરિમલ નથવાણીએ પ્રથમ ગુજરાત સુપર લીગ (GSL)ની ટ્રોફીનું અનાવરણ કર્યું

આ પણ વાંચો : Cricket : ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે સીરીઝ? PCBના ચીફે કહી આ વાત

Tags :
Advertisement

.

×