Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 Final: રોહિત-વિરાટ નહીં પણ આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયા માટે ખતરો, પેટ કમિન્સે કર્યો ખુલાસો

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા માટે મોટો ખતરો ગણાવ્યો છે. ફાઈનલ મેચના એક દિવસ પહેલા, કમિન્સે પ્રેસ સાથે વાત કરતા શમી વિશે વાત કરી અને કહ્યું...
world cup 2023 final  રોહિત વિરાટ નહીં પણ આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયા માટે ખતરો  પેટ કમિન્સે કર્યો ખુલાસો

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા માટે મોટો ખતરો ગણાવ્યો છે. ફાઈનલ મેચના એક દિવસ પહેલા, કમિન્સે પ્રેસ સાથે વાત કરતા શમી વિશે વાત કરી અને કહ્યું કે "શમી ચોક્કસપણે અમારા માટે સૌથી મોટો ખતરો છે".

Advertisement

ઓસ્ટ્રેલિયન કેપ્ટને કહ્યું, મારો મતલબ છે કે ભારતીય ટીમ દરેક વિભાગમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તમે જાણો છો કે એક એવો ખેલાડી છે જે ટૂર્નામેન્ટની શરૂઆતમાં રમ્યો ન હતો, જેણે પછીથી ખરેખર સારું પ્રદર્શન કર્યું હતું, તે સ્વાભાવિક રીતે જ મોહમ્મદ શમી છે, તે એક ક્લાસ બોલર છે, તેથી હા, તે એક મહાન બોલર છે અને ચોક્કસપણે અમારા માટે સૌથી મોટો ખતરો છે. પરંતુ અમારા બોલરો પડકાર ઝીલવા માટે તૈયાર છે. અમે ભૂતકાળમાં પણ આવું કર્યું છે. શમી એક અસાધરણ ખેલાડી છે. કમિન્સનું માનવું છે કે અમે સ્પિનરોમાં કુલદીપ યાદવ અને જાડેજાને હળવાશથી નથી લઈ રહ્યા.

શમીએ આ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી છે અને અત્યાર સુધીમાં કુલ 23 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. શમી આ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના પછી એડમ ઝમ્પા છે જેના નામે 22 વિકેટ છે. આવી સ્થિતિમાં, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ બંને બોલરોમાંથી આખરે કોણ સૌથી વધુ વિકેટ લે છે.

Advertisement

કોહલી-રોહિત માટે અલગ પ્લાન

ઓસ્ટ્રેલિયન કેપ્ટને કોહલી અને રોહિત વિશે પણ વાત કરી અને કહ્યું કે અમારી પાસે તેમને આઉટ કરવા માટે ખાસ પ્લાન છે. અમે તેને કોઈપણ ભોગે ઝડપથી આઉટ કરવાનો પ્રયાસ કરીશું.

Advertisement

ટોસ પર નજર નથી

પેટ કમિન્સે કહ્યું કે, અમે ટોસ વિશે વધુ વિચારી રહ્યા નથી. અમે અમારું 100 ટકા આપવા માંગીએ છીએ. કમિન્સે કહ્યું કે અમારા ખેલાડીઓ મોટી મેચોમાં સારું પ્રદર્શન કરે છે. મોટી મેચોમાં અમારા જુદા જુદા ખેલાડીઓ આગળ આવે છે અને પ્રદર્શન કરે છે. મને આશા છે કે આ વખતે ફાઇનલમાં પણ અમારા ખેલાડીઓ આગળ આવશે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપશે.

આ  પણ  વાંચો -જેમ પાકિસ્તાનને હરાવ્યું…એમ જ ઓસ્ટ્રેલિયાનો હાલ કરશે ટીમ ઇન્ડિયા

Tags :
Advertisement

.