Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WORLD CUP 2023: અમદાવાદમાં આજે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર,જાણો Pitch Report

વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન આજે વચ્ચે મુકાબલો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે બંને ટીમો સામસામે ટકરાશે. સાઉથ આફ્રિકા માટે આ મેચ ઓસ્ટ્રેલિયા સામે 16 નવેમ્બરે રમાનાર સેમિફાઇનલ મેચ માટે પ્રેક્ટિસ જેવી હશે.બીજી તરફ અફઘાનિસ્તાન...
world cup 2023  અમદાવાદમાં આજે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર જાણો pitch report
Advertisement

વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન આજે વચ્ચે મુકાબલો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે બંને ટીમો સામસામે ટકરાશે. સાઉથ આફ્રિકા માટે આ મેચ ઓસ્ટ્રેલિયા સામે 16 નવેમ્બરે રમાનાર સેમિફાઇનલ મેચ માટે પ્રેક્ટિસ જેવી હશે.બીજી તરફ અફઘાનિસ્તાન આ મેચ જીતીને તેના શાનદાર વર્લ્ડ કપ અભિયાનને અલવિદા કહેવા માંગશે.

Advertisement

અફઘાન ટીમ માટે  વર્લ્ડ કપની આજે છેલ્લી મેચ

Advertisement

જો કે,અફઘાનિસ્તાનની ટીમ હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે પરંતુ અંતિમ ચારમાં પહોંચવા માટે તેણે પ્રોટીઝ ટીમને 438 રનથી હારવી પડશે જે અસંભવ છે. આવી સ્થિતિમાં, સમજી શકાય છે કે આજની મેચ અફઘાન ટીમ માટે આ વર્લ્ડ કપની છેલ્લી મેચ છે.અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં તેની 8માંથી 4 મેચ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમોને હરાવી. તે ઓસ્ટ્રેલિયા સામે પણ મોટી જીતની નજીક હતી પરંતુ મેક્સવેલે ટેબલ ફેરવી દીધું. બીજી તરફ આ વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા ચેમ્પિયનની જેમ રમ્યું હતું. તેણે તેની 8 મેચમાંથી 6માં જીત મેળવી હતી.

જણો પિચ રિપોર્ટ  કેવું હશે?
આજની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ ટીમ આ મેદાન પર 300નો આંકડો સ્પર્શી શકી નથી. લાલ અને કાળી માટીથી બનેલી વિવિધ પીચ છે અને આ બે માટીના મિશ્રણથી બનેલી પીચ પણ છે. લાલ માટી ઝડપી બોલરો માટે મદદરૂપ છે અને કાળી માટી પર સ્પિનરો વધુ અસરકારક છે. મેચ પહેલા જ સ્પષ્ટ થઈ જશે કે આજે કઈ પીચ પર મેચ રમાશે. વેલ, રન પીછો અહીં સરળ હશે.

કેવું રહેશે બંને ટીમોના ખેલાડીઓ
અફઘાનિસ્તાનની ટીમ આજે ફરી બે ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે. આવી સ્થિતિમાં મુજીબ ઉર રહેમાનની જગ્યાએ ફઝલહક ફારૂકીને સ્થાન મળી શકે છે. આ સિવાય બાકીની ટીમમાં કોઈ ફેરફારને અવકાશ નથી. બીજી તરફ, દક્ષિણ આફ્રિકા આજે લુંગી એનગિડીની જગ્યાએ એન્ડીલે ફેહલુખ્વાયોને તક આપી શકે છે. કાગીસો રબાડાને પણ આરામ આપી શકાય છે.

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, મોહમ્મદ નબી, ઇકરામ અલી ખિલ (વિકેટમાં), રાશિદ ખાન, ફઝલહક ફારૂકી/મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન-ઉલ-હક.

દક્ષિણ આફ્રિકા: ક્વિન્ટન ડી કોક (વિકેટમાં), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વાન ડેર ડુસેન, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો યાનસીન, કેશવ મહારાજ, તબરેઝ શમ્સી, ગેરાલ્ડ કોએત્ઝી, એન્ડીલે ફેહલુકવાયો.

આ  પણ  વાંચો - શ્રીલંકા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની જીતે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની મુશ્કેલી વધારી

Tags :
Advertisement

.

×