Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Virushka Blessed With Boy: વિરાટ કોહલી-અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા, અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ

Virushka Blessed With Boy: અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) બીજી વખત માતા-પિતા બન્યા છે. અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા (Anushka Sharma) એ ખુદ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ જાણકારી આપી છે....
virushka blessed with boy  વિરાટ કોહલી અનુષ્કા શર્મા બીજી વખત માતા પિતા બન્યા  અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ
Advertisement

Virushka Blessed With Boy: અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) બીજી વખત માતા-પિતા બન્યા છે. અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પુત્રને જન્મ આપ્યો છે. અનુષ્કા (Anushka Sharma) એ ખુદ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ જાણકારી આપી છે. તેણે પોસ્ટમાં પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અભિનેત્રી તેના બીજા બાળક સાથે ગર્ભવતી છે. જોકે બંનેએ આ વાતની પુષ્ટિ કરી નથી.

Advertisement

Virushka Blessed With Boy

Virushka Blessed With Boy

Advertisement

થોડા સમય પહેલા સાઉથ આફ્રિકા (South Africa) ના ક્રિકેટર એબી ડી વિલિયર્સે (AB De Villiers) એક ઈન્ટરવ્યુ દરમિયાન બંનેના આ રહસ્યનો ખુલાસો કર્યો હતો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગર્ભાવસ્થાની અફવાઓમાં ખરેખર સત્ય છે.

હવે બંનેએ પોતે જ તેમના બીજા બાળકના આગમનની જાહેરાત કરી છે. દંપતીએ તેમના નિવેદનમાં લખ્યું, 'અત્યંત આનંદ અને પ્રેમ સાથે, અમે તમને ખુશખબર આપી રહ્યા છીએ કે 15 ફેબ્રુઆરીના રોજ અમારા ઘરે એક છોકરા અને વામિકાના નાના ભાઈ અકાયનો જન્મ થયો છે. અમે આ સમય દરમિયાન તમારા આશીર્વાદ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Cricket News : ‘Kohli’ એ કરી સન્યાસની જાહેરાત…

Tags :
Advertisement

.

×