Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્યના પોલીસ વડાની સૂચનાનો અમલ, ગોધરા સીટી ટ્રાફિક પોલીસે હાથ ધર્યુ કડક ચેકીંગ

નામદેવ પાટિલ, પંચમહાલ  ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય એક્શનમાં આવ્યા છે અને તેમણે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં નિયમોને નેવે મૂકીને વરદીની છબી ખરડાનાર પોલીસકર્મીઓને તેમજ તમામ પોલીસ અધિકારીઓને ટ્રાફિક સહિતના નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં છે. આ...
રાજ્યના પોલીસ વડાની સૂચનાનો અમલ  ગોધરા  સીટી ટ્રાફિક પોલીસે હાથ ધર્યુ કડક ચેકીંગ
Advertisement

નામદેવ પાટિલ, પંચમહાલ 

ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય એક્શનમાં આવ્યા છે અને તેમણે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં નિયમોને નેવે મૂકીને વરદીની છબી ખરડાનાર પોલીસકર્મીઓને તેમજ તમામ પોલીસ અધિકારીઓને ટ્રાફિક સહિતના નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વાહનોમાં બ્લેક ફિલ્મ, પોલીસની પ્લેટ વગેરે બાબતો ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે

Advertisement

Advertisement

આ સાથે ટ્રાફિક નિયમોનું ભંગ કરનાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના પોલીસ વડા દ્વારા પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમોનું કડક પાલન માટેની સૂચનાઓ આપ્યા બાદ રાજ્યમાં આ સુચનનો પોલીસ કર્મીઓ કડક પાલન કરે તે હેતુ થી પંચમહાલ પોલીસ એક્શનમાં આવી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન હદ વિસ્તારોમાં પોલીસ પણ કમર કસી ટ્રાફિક નિયમોનું ભંગ કરતા પોલીસ કર્મીઓ ને દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાક પોલીસ કર્મીઓ સામે દંડ વસુલ કરવામાં આવ્યો.

ડીજીપી ના આદેશો ને લઈ પંચમહાલ પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ પણ ચલાવવા માં આવી છે.. જેમાં પોલીસ કર્મીઓ હવે જો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને હવે પોલીસ પાસે પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે જ્યાં જિલ્લા પોલીસ વડા ની કચેરી બહાર જ ટ્રાફિક નિયમો ના ભંગ કરતા કર્મીઓ ને દંડવા ની કાર્યવાહી હાથ ધરવા માં આવી.

ગોધરા સીટી ટ્રાફિક પોલીસ દ્વારા કરવા માં આવેલ આ ટ્રાફિક ડ્રાઇવ માં કેટલાક પોલીસ કર્મીઓ સીટબેલ્ટ ન પહેરવો, ચાલુ વાહનને ફોન પર વાત કરવી, ખાનગી વાહનો પર P અથવા પોલીસ જેવા લખાણો લખી નિયમ ભંગ  જોવા મળ્યા હતા, અને તેમની સામે  કાર્યવાહી કરવામાં આવી. તેમજ જે પોતાની બાઇક ના નમ્બર પ્લેટ ખામી વાળી હોય,અને ગાડી પર પોલીસ કે પી લખેલું સ્ટીકર લગાવેલું હોય તેમજ બ્લેક ફિલ્મ લગાવેલી હોય તેવી તમામ બાબતો ને લઈ કાર્યવાહી હાથ ધરવા માં આવી હતી, કુલ  9 જેટલા પોલીસ કર્મીઓ સામે દંડનિય કામગીરી કરવામાં આવી હતી

Tags :
Advertisement

.

×