Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલ વોરા કોટડા રોડ પર થયેલી હત્યાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી , ગોંડલ  ગોંડલ શહેરમાં 8 તારીખે મોડી રાત્રીના વોરાકોટડા રોડ પર થયેલી હત્યાના બનાવ મામલે શહેર પોલીસે ગણતરીની કલાકમાં ધર્મેશ મુખનાથ નામના આરોપી રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. જૂની ફરિયાદની અદાવત રાખી રીક્ષા ચાલક ધર્મેશે વોરા કોટડા...
ગોંડલ વોરા કોટડા રોડ પર થયેલી હત્યાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો
Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી , ગોંડલ 

ગોંડલ શહેરમાં 8 તારીખે મોડી રાત્રીના વોરાકોટડા રોડ પર થયેલી હત્યાના બનાવ મામલે શહેર પોલીસે ગણતરીની કલાકમાં ધર્મેશ મુખનાથ નામના આરોપી રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો. જૂની ફરિયાદની અદાવત રાખી રીક્ષા ચાલક ધર્મેશે વોરા કોટડા રોડ પર બાપા સીતારામ મઢુલી પાસે મોડી રાત્રે વિજય બતાળાને બોલાવી છરીના ઘા મારી તેની હત્યા કરી નાંખી હતી.

Advertisement

ગોંડલ શહેર માં વોરા કોટડા રોડ પર આવેલ બાપા સીતારામ ની મઢુલી થી આગળ 8 જુલાઈ ની મોડી રાત્રે એક ભરવાડ યુવક ની હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં વિજય વિરમભાઈ બતાળા ને રીક્ષા ચાલક ધર્મેશ મુખનાથે પડખા ના ભાગે છરી ના ઊંડા ઘા મારતા વિજય નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને રીક્ષા ચાલક રીક્ષા મૂકી નાસી છૂટ્યો હતો સ્થળ પર લોહીના ખાબોચિયા ભરાયા હતા મૃતક ના મૃતદેહ ને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

વિજયને પડખામાં છરી ના ઘા મારી મોત નિપજાવ્યુ હતું 

મૃતક યુવક વિજય વોરાકોટડા રોડ પર આવેલ મઢુલી થી આગળ ચા ની હોટલ પાસે મિત્રો સાથે બેઠો હતો ત્યાર બાદ મૃતક વિજય આશરે મોડી રાત્રી ના 2 વાગ્યા આસપાસ ચા ની હોટલે થી મિત્ર સાથે બાઈક પર ઘરે જવા નીકળ્યો હતો તે દરમિયાન થોડે આગળ જતાં આરોપી ધર્મેશ મુખનાથી રીક્ષા લઈને ઉભો હોઈ અને વિજય ને આરોપી એ તેમની પાસે બોલાવી કઈ વાત ચિત થાય તે પહેલાં જ વિજયને પડખામાં છરી ના ઘા મારી મોત ને ઘાટ ઉતાર્યો હતો મૃતકે બુમો પાડતા લોકો ત્યાં દોડી આવતા આરોપી ઘટના સ્થળે થી રીક્ષા મૂકી ને નાસી છૂટ્યો હતો.

મૃતક વિજય ને 3 મહિના નો દીકરો છે

મૃતક યુવક વિજય બતાળા પરિવાર માં માતા પિતા અને બે ભાઈઓમાં સૌથી મોટો હતો અને યુવકના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા તેમને હાલ 4 મહિના નો દીકરો છે મૃતક વિજય છોટાહાથી (માલવાહક) ગાડી ચલાવી પરિવાર નું ગુજરાન ચલાવતો હતો ઘટના ની જાણ થતાંજ મોટી સંખ્યામાં મિત્રો અને સ્વજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

Tags :
Advertisement

.

×